election 2024/ 21 બેઠકો પર કડક સ્પર્ધા, ગઢ ગણાય તેવી 20 બેઠકો પર પણ નજર

લોકસભા ચૂંટણી માટે ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ થશે

Top Stories India
Beginners guide to 2024 05 09T195626.519 21 બેઠકો પર કડક સ્પર્ધા, ગઢ ગણાય તેવી 20 બેઠકો પર પણ નજર

New Delhi News : 2024ની લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં 283 બેઠકો પર મતદાન થઈ ચૂક્યું છે. હજુ ચાર તબક્કા બાકી છે. 13 મેના રોજ ચોથા તબક્કામાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 બેઠકો પર મતદાન થશે.

ચોથો તબક્કો પણ રસપ્રદ છે કારણ કે આ તબક્કામાં બેઠકો પર ફેરબદલની ઘણી શક્યતાઓ છે. એટલે કે અહીંની મોટાભાગની બેઠકો એવી છે કે જ્યાં 2009થી કોઈ એક પક્ષનો દબદબો નથી.   ડેટા ઈન્ટેલિજન્સ યુનિટે એવી 21 સીટોની ઓળખ કરી છે જ્યાં ઉથલપાથલ થઈ શકે છે. તેમાં અમલાપુરમ, અનાકાપલ્લે, અનંતપુરમ, બાપટલા, એલુરુ, કાકીનાડા, નરસાપુરમ,રાજામુન્દ્રી, વિશાખાપટ્ટનમ, વિજયનગરમ, ખમ્મમ, શ્રીનગર, મુંગેર, ભોંગિર, સિંહભૂમ, આદિલાબાદ, બર્દવાન-દુર્ગાપુર, કાલાહાંડી અને નિઝામાબાદનો સમાવેશ થાય છે.

ચોથા તબક્કાની 96 બેઠકોમાંથી 20 એવી છે જે કોઈ ને કોઈ પક્ષનો ગઢ છે. આ બેઠકો છે મહબૂબનગર, મેડક, માવલ, શિરડી, બહરમપુર, નાલગોંડા, અહેમદનગર, બીડ, દરભંગા, ઈન્દોર, જલગાંવ, જાલના, ખરગોન, ખુંટી, લોહરદગા, રાવેર, બેરહમપુર, બીરભૂમ, કૃષ્ણનગર અને હૈદરાબાદ.

આ 20 બેઠકોમાંથી 10 ભાજપનો ગઢ માનવામાં આવે છે. જ્યારે, ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએ) અને શિવસેના બે-બે બેઠકો પર પ્રભુત્વ ધરાવે છે. બાકીની તરફ કોંગ્રેસ, TMC, AIMIM અને BJD (બીજુ જનતા દળ) મજબૂત છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તણાવ વચ્ચે મુઈઝુના મંત્રી ખાસ એજન્ડા સાથે ભારત પહોંચ્યા, જયશંકર સાથે કરી મુલાકાત

આ પણ વાંચો:Dushyant Chautala કોંગ્રેસ સાથે તેમનું ભવિષ્ય કેમ જુએ છે?

આ પણ વાંચો: NCRના ગેસ્ટ હાઉસમાં અચાનક પાડવામાં આવ્યા દરોડા,છોકરા-છોકરીઓની કરાઈ  ધરપકડ

આ પણ વાંચો:વસ્તીના અહેવાલને લઈને રાજકીય હંગામો થતા ભાજપ અને કોગ્રેસની પ્રતિક્રિયા