અગ્નિપથ/ ભારત બંધના એલાનના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, જાણો સુરતમાં કેવી છે આંદોલનની અસર

અગ્નિપથ યોજનાનો વિરોધ સમગ્ર દેશમાં કરવામાં આવી રહ્યો છે ત્યારે અમુક સંગઠનો દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જોકે ગુજરાત અને સુરતમાં આંદોલનની અસર…..

Gujarat Surat
ભારત બંધનું
  • સુરતમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત
  • અગ્નિપથનાં વિરોધમાં ભારત બંધ
  • તકેદારીના ભાગરૂપે પોલીસ એલર્ટ
  • સુરતમાં આંદોલનની અસર નહીંવત
  • તકેદારીનાં ભાગરૂપે પોલીસ બંદોબસ્ત

ભારત બંધનાં એલાનનાં પગલે સુરત શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અગ્નિપથ યોજનાનાં વિરોધમાં અમુક સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત અને સુરતમાં આંદોલનની અસર જોવા મળી નથી, તેમ છતાં તકેદારીના ભાગરૂપ સમગ્ર શહેરમાં પોલીસની ટુકડીને એલર્ટ રાખવામાં આવી છે અને પોલીસ જવાનો કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે.

અગ્નિપથ યોજનાનો વિરોધ સમગ્ર દેશમાં કરવામાં આવી રહ્યો છે ત્યારે અમુક સંગઠનો દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જોકે ગુજરાત અને સુરતમાં આંદોલનની કોઈ અસર જોવા નથી મળી રહી છતાં તકેદારીના ભાગરૂપ શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સુરત શહેર પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસની ટુકડીને આજે એલર્ટ રાખવામાં આવી છે. અગ્નિપથ યોજના નો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ભારત બંધની અસર સુરતમાં જોવા નથી મળી રહી છતાં પોલીસ તકેદારી રાખી રહી છે. પોલીસ જવાનોને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો:બાકકોરના સુંદરવનમાં દારૂબંધીના ઉડ્યા લીરેલીરા, ભાજપ નેતાઓની પાર્ટી હોવાની ચર્ચા

આ પણ વાંચો:કડીમાં કચરાના ઢગલામાંથી મળ્યા 700 જેટલા ચૂંટણી કાર્ડ, તંત્રની કામગીરી સામે સવાલ

આ પણ વાંચો:LRD વેઇટિંગ લિસ્ટ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી આ જાહેરાત,જાણો