Not Set/ TikTokનો ભારતીય કારોબાર આ કંપની ખરીદવા કરી રહી છે ચર્ચા, આવી શકે છે પાછી…

ભારતમાં ફરી એકવાર TikTok પરત ફરે તેવી અનેક સંભાવનાં ઉભી થતી જોવામાં આવી રહી છે. જી હા, ટિકટોકના ભારતીય બિઝનેસ અને એસેટને જાપાની કંપની સોફ્ટબેંક ખરીદવાની તૈયારી કરી રહી હોવાની વિગતો સામે આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જાપાની કંપની સોફ્ટબેંક કોઇ ભારતીય ભાગીદારીની શોધમાં છે અને આ માટે રિલાયન્સ જિઓ અને ભારતી એરટેલ સાથે વાતચીત પણ ચાલી રહી […]

Uncategorized
bd270b138d356528ba664db392e93e8f TikTokનો ભારતીય કારોબાર આ કંપની ખરીદવા કરી રહી છે ચર્ચા, આવી શકે છે પાછી...

ભારતમાં ફરી એકવાર TikTok પરત ફરે તેવી અનેક સંભાવનાં ઉભી થતી જોવામાં આવી રહી છે. જી હા, ટિકટોકના ભારતીય બિઝનેસ અને એસેટને જાપાની કંપની સોફ્ટબેંક ખરીદવાની તૈયારી કરી રહી હોવાની વિગતો સામે આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જાપાની કંપની સોફ્ટબેંક કોઇ ભારતીય ભાગીદારીની શોધમાં છે અને આ માટે રિલાયન્સ જિઓ અને ભારતી એરટેલ સાથે વાતચીત પણ ચાલી રહી છે.

TikTok જૂલાઇમાં ભારતમાં કરવામાં આવી હતી બેન

આપને જણાવી દઇએ કે, જુલાઈ 2020 માં ભારત સરકારે રાષ્ટ્રિય સુરક્ષા અને ગોપનીયતાને ધ્યાનમાં રાખીને TikTok સહિત 58 ચીની એપ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સમયે શંકા હતી કે કંપની યૂઝર્સના ડેટા ચીનની સરકારની સાથે શેર કરી રહી છે. TikTok પર અમેરિકા સહિતનાં દેશોમાં પણ પ્રતિબંધ મૂકાયો છે અને અહીં પણ તેનો કારોબાર ખરીદવાની કોશિશ અનેક કંપનીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

આ ભારતીય કંપનીઓ સાથે ચાલી રહી છે વાતચીત

TikTokની ચીની પેરન્ટ કંપની બાઈટડાન્સમાં જાપાની સમૂહની સોફ્ટબેંકની પહેલેથી ભાગીદારી છે. બ્લૂમબર્ગના આધારે ટિકટોકના ભારતીય કારોબારને ખરીદવાની કોશિશ શરૂ થઈ છે. રિલાયન્સ જિઓ ઈન્ફોકોમ અને ભારતી એરટેલને ભાગીદાર બનાવવાની વાતચીત પણ ચાલી રહી છે. જિઓ અને એરટેલે આ માટે કોઈ ટિપ્પણમી કરવાની મનાઈ કરી છે. સોફ્ટબેંક આ કામ માટે અન્ય ભારતીય વિકલ્પની શોધમાં છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews