Not Set/ TikTok માં 4 મિલિયન ફોલોવર્સ પૂરા થતા શિવાની કુમારીને કેક લઇને મળવા પહોંચ્યા ભાજપ નેતા

આજે લોકડાઉનમાં મોટા ભાગનાં લોકો ટિકટોક પર વીડિયો બનાવી રહ્યા છે. જેમા ઘણા એવા લોકો પણ છે કે ગામડામાં રહી પોતાની પ્રતિભાને ટિકટોક દ્વારા લોકો સમક્ષ રજૂ કરી શકે છે. આજે ટિકટોક પર વાયરલ થવા માટે, ક્રિએટર્સ રમૂજી વીડિયો બનાવે છે. ક્રિએટર્સ તેમના ફોલોવર્સને વધારવા માટે બોલિવૂડ સ્ટાર્સનાં અભિનય અને ટ્રેંડિંગ વિષયો પર વીડિયો બનાવે […]

Uncategorized
a5b78d4b2c2510b38a70f823b6179705 TikTok માં 4 મિલિયન ફોલોવર્સ પૂરા થતા શિવાની કુમારીને કેક લઇને મળવા પહોંચ્યા ભાજપ નેતા

આજે લોકડાઉનમાં મોટા ભાગનાં લોકો ટિકટોક પર વીડિયો બનાવી રહ્યા છે. જેમા ઘણા એવા લોકો પણ છે કે ગામડામાં રહી પોતાની પ્રતિભાને ટિકટોક દ્વારા લોકો સમક્ષ રજૂ કરી શકે છે. આજે ટિકટોક પર વાયરલ થવા માટે, ક્રિએટર્સ રમૂજી વીડિયો બનાવે છે. ક્રિએટર્સ તેમના ફોલોવર્સને વધારવા માટે બોલિવૂડ સ્ટાર્સનાં અભિનય અને ટ્રેંડિંગ વિષયો પર વીડિયો બનાવે છે. દરેક મિલિયન ફોલોવર્સ વધારવા માટેની હોડમાં લાગ્યા છે. આ વચ્ચે યુપીનાં બિધુનામાં રહેતી શિવાની કુમારીને 4 મિલિયન ફોલોવર્સ મળ્યા ત્યારે ભાજપના નેતા અને નગર પંચાયત બિધૂનામાં ધારાસભ્યનાં પ્રતિનિધિ દેવેશ શાક્ય તેમના ઘરે કેક લઇને ઉજવણી કરવા માટે આવ્યા અને કેક કાપીને આશીર્વાદ આપ્યા. આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

શિવાનીએ ટિકટોક પર વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે કેમેરા સાથે ઉભી છે અને દેવેશ શાક્ય પાછળ દેખાઇ રહ્યા છે. તે કહે છે, ‘નમસ્તે મિત્રો… આજે મારા 4 મિલિયન ફોલોવર્સ થયા છે તમારા સપોર્ટ સાથે. ધારાસભ્ય અમને મળવા આવ્યા છે. કેક પણ કાપવામાં આવી છે, આશિર્વાદ પણ આપ્યા છે. જે બાદ દેવેશ તાળીયો પાડવા લાગે છે. શિવાની કુમારીનો આ વીડિયોનાં અત્યાર સુધીમાં 11 મિલિયનથી વધુ વ્યૂઝ થઇ ચુક્યા છે. ઉપરાંત, 1 મિલિયનથી વધુ લાઇક્સ અને 7 હજાર ટિપ્પણી કરવામાં આવી ચુકી છે. શિવાની કુમારીનાં અત્યાર સુધીમાં 4.3 મિલિયન ફોલોવર્સ છે. શિવાની કુમારી અનોખી રીતે વાત કરે છે અને બેબાક અંદાજમાં જવાબ આપે છે, જેના માટે તે ટિકટોક પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

@shivani_kumari321

aaj me bahut khush hu aap logo ne mujhe itana pyar diya or yesi hi dete rahiye ga 🙏🥰🇮🇳@tiktok @tiktok_india ##shivani_kumari321

♬ original sound – shivani_kumari321

ઉલ્લેખનીય છે કે, આજે લોકડાઉનનાં આ સમયમાં લોકો મનોરંજન મેળવવા માટે મૂવીઝ અને ખાસ કરીને ટિકટોક જોતા વધારે મળે છે. ખાસ કરીને એવા વિસ્તારો જ્યા મનરંજન માટે મોબાઇલ સિવાય કોઇ અન્ય વિકલ્પ નથી ત્યા લોકો ટિકટોકનો સૌથી વધુ ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.