@પ્રિયકાંત ચાવડા
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વિવિધ ગામોમાં તિરંગા યાત્રા નીકળ્યા બાદ દસાડા તાલુકાના મુખ્ય મથક પાટડી ખાતે ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી આ ઉપરાંત પાટડી સેવા સદન ખાતે હર ઘર તિરંગા થીમ પર માનવ સાંકળ રચવામાં આવી હતી જેના આકાશી દ્રશ્યોથી હાલાદાયક દ્રશ્ય સર્જાયું હતુ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર ભારત વર્ષમાં દીનાક 9 ઓગષ્ટ થી 15 ઓગષ્ટ સુધી ” હર ઘર તિરંગા ” કાર્યક્રમની હર્ષ અને ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે ત્યારે, તે અંતર્ગત દસાડા તાલુકામાં આસિસ્ટન્ટ કલેકટર જયંતસિંહ રાઠૌર (IAS)ના માર્ગદર્શન હેઠળ સમગ્ર તાલુકાના વિવિધ સરકારી વિભાગો, રાજકીય આગેવાનો તેમજ લોકો સહુ સાથે મળી સંકલન કરીને દસાડા તાલુકાના વિવિધ ગામોમાં વિવિધ કાર્યક્રમો જેવાકે, ચિત્ર સ્પર્ધા, રંગોલી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વિવિધ સરકારી ભવનોની રોશની, સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

તેના ભાગરૂપે આજે 13 ઓગષ્ટ 2024ના રોજ “તાલુકા સેવાસદન” ખાતે માનવ સાંકળ દ્વારા ત્રિકોણ આકૃતિમાં તિરંગા ધ્વજની સુંદર રચના બનાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો સહભાગી બન્યા હતા, ત્યાર બાદ બપોરે 3:30 કલાકે સુરજમલજી હાઈસ્કૂલ, પાટડીથી તિરંગા યાત્રા નીકળી હતી જે પાટડી નગરના મુખ્ય માર્ગો તેમજ પાટડીમાં આવેલ તમામ મહાપુરુષો મહાત્મા ગાંધીજી, પંડિત દિન દયાળ ઉપાધ્યાય, શ્યામા પ્રસાદ મુખરજી , સ્વામી વિવેકાનંદ, સરદાર પટેલની પ્રતિમાઓ પાસેથી પસાર થઈને છેલ્લે બી.આર.આંબેડકરની પ્રતિમાને માળા પહેરાવી તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવેલ હતું, કાર્યક્રમોમાં માન. આસિસ્ટન્ટ કલેકટર જયંતસિંહ રાઠૌર, મામલતદાર પાટડી, તાલુકા વિકાસ અધિકારી પાટડી,. ધારાસભ્ય પી. કે. પરમાર, દિલીપ પટેલ, નગરપાલિકા પ્રમુખ સહિતના રાજકીય આગેવાનો, સરકારી કર્મચારીઓ ,લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી
આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા
આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો
