મત ગણતરી/ પશ્ચિમ બંગાળમાં TMC અને BJP વચ્ચે કાંટાની ટક્કર, પ્રારંભિક વલણોમાં બન્નેનું પલડુ સમાન

પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરી સહિત પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની આજે મત ગણતરી કરવામાં આવી રહી છે. પરંતુ આજે બધાની નજર પશ્ચિમ બંગાળનાં ચૂંટણી પરિણામો પર ખાસ રહી છે.

Top Stories India
123 3 પશ્ચિમ બંગાળમાં TMC અને BJP વચ્ચે કાંટાની ટક્કર, પ્રારંભિક વલણોમાં બન્નેનું પલડુ સમાન

પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરી સહિત પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની આજે મત ગણતરી કરવામાં આવી રહી છે. પરંતુ આજે બધાની નજર પશ્ચિમ બંગાળનાં ચૂંટણી પરિણામો પર ખાસ રહી છે.

મત ગણતરી / બંગાળમાં કોને મળશે જીત અને કોને મળશે હાર, આજે છે પરિણામનો દિવસ

પશ્ચિમ બંગાળમાં આ વખતે હરીફાઈ ભાજપ અને ટીએમસી વચ્ચે હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે. સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થઈ છે. પશ્ચિમ બંગાળનાં પ્રારંભિક વલણોમાં ભાજપ અને ટીએમસી વચ્ચે કાટાની ટક્કર જોવા મળી રહી છે. બંગાળની 292 બેઠકોમાંથી 104 બેઠકોનાં વલણો સામે આવ્યા છે. જેમાંથી ટીએમસી 53 અને ભાજપ 51 માં આગળ છે. ટોલીગંજથી ભાજપનાં બાબુલ સુપ્રિયો આગળ છે. ટીએમસી છોડીને ભાજપમાં જોડાયેલા શુભેન્દુ અધિકારી નંદીગ્રામ સીટ પર મમતા બેનર્જીથી આગળ છે. એક્ઝિટ પોલમાં પણ પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે કડક હરીફાઈ હોવાનું દેખાઇ રહ્યું છે.

મત ગણતરી / કેરળની પલક્કડ બેઠક પર આગળ છે મેટ્રો મેન શ્રીધરન, જાણો દરેક અપડેટ

આપને જણાવી દઇએ કે, પશ્ચિમ બંગાળમાં 294 વિધાનસભા બેઠકો છે, પરંતુ મતગણતરી ફક્ત 292 બેઠકો પર થઈ રહી છે. બે બેઠકો પર ઉમેદવારોનાં નિધન બાદ ચૂંટણી યોજાઈ ન હોતી. ટીવી ચેનલ સાથે વાત કરતા ટીએમસી નેતા સકીર અલીએ કહ્યું છે કે, રાજ્યમાં તેમની પોતાની પાર્ટીની સરકાર બનવાની છે. અમને વિશ્વાસ છે કે જનતાએ અમને નિરાશ કર્યા નથી. જણાવી દઇએ કે, હાલમાં બંગાળનાં પ્રારંભિક વલણોમાં, કેટલીક વખત ભાજપ આગળ હોય તો કેટલીક વખત ટીએમસી આગળ હોવાનુ સામે આવી રહ્યુ છે. પશ્ચિમ બંગાળનાં 1,113 મતદાન મથકો પર મતગણતરી થઈ રહી છે. કોવિડ-19 નિયમોને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે સામાજિક અંતરની સંભાળ રાખવા માટે અગાઉની ચૂંટણી કરતા રાજ્યમાં ઘણા વધુ મતગણતરી કેન્દ્રો બનાવ્યા છે.

આસામ મત ગણતરી / આસામમાં મત ગણતરી શરૂ, વલણોમાં જોવા મળી રહી છે કાંટાની ટક્કર

પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન યોજાયું હતું, જેમાં કુલ મતદારોની સંખ્યા 7,28,11,254 હતી. 27 માર્ચથી 29 એપ્રિલ સુધી મતદાન થયું હતું. આ વખતે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ જય શ્રી રામનાં નારા લગાવ્યા હતા, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ભજવાયું ગીત ખૂબ જ પ્રખ્યાત થયુ હતું. જ્યારે ભાજપે સોનાર બંગાળ બનાવવાનું વચન આપ્યું હતું, ત્યારે તૃણમૂલે કહ્યું કે બંગાળને તેની પુત્રી જોઈએ છે. આપને જણાવી દઇએ કે, આ ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસનાં ઘણા દિગ્ગજ અને અન્ય નેતાઓ ભાજપમાં જોડાયા હતા.

Untitled પશ્ચિમ બંગાળમાં TMC અને BJP વચ્ચે કાંટાની ટક્કર, પ્રારંભિક વલણોમાં બન્નેનું પલડુ સમાન