Not Set/ કૂતરાનો શિકાર કરવા દીપડાએ માર્યો દરવાજા પરથી કૂદકો

સોશિયલ મીડિયા પર દીપડાનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમા જોવા મળે છે કે તે શિકારનો પીછો કરી રહ્યો છે. આ જોઈને તમને પણ આશ્ચર્ય થશે.

Videos

સોશિયલ મીડિયા પર દીપડાનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમા જોવા મળે છે કે તે શિકારનો પીછો કરી રહ્યો છે. આ જોઈને તમને પણ આશ્ચર્ય થશે. જોઇને તમે પણ ચોંકી જશો કે, એક દીપડો કૂતરાનો શિકાર કરવા મોટા દરવાજો પણ કૂદી ગયો હતો.

વિશ્વમાં કોરોનાનાં કુલ કેસ 4.37 કરોડ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલી મોટી સંખ્યામાં કેસ

દીપડાનો આ સીસીટીવી વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. સૌથી ઝડપી પ્રાણીઓમાંનો એક દીપડો શિકાર માટે પૂરી ઝડપથી દોડે છે. આ વીડિયોમાં પણ દીપડો ફૂર્તિથી દોડી રહ્યો હોય તેવુ દેખાઇ રહ્યુ છે. વીડિયોમાં દીપડો સેકંડમાં જ ગાયબ થઈ જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કૂતરો શેરીના ગેટ નીચેથી ભાગે છે. ત્યારે તેની પાછળથી દીપડો આવે છે અને ગેટ ઉપરથી કૂદી જાય છે. કૂતરાને લાગ્યું કે તે નીચેથી છટકી જશે. પરંતુ દીપડો સ્માર્ટનેશ બતાવીને ગેટ ઉપરથી કૂદી પડ્યો. આ વીડિયોને ટ્વિટર યુઝર નિખિલ સુર્વે દ્વારા શેર કરવામાં આવ્યો છે.

વીડિયો શેર કરતી વખતે નિખિલે કેપ્શનમાં લખ્યું કે, ‘હું તેનો સ્ત્રોત જાણતો નથી. વોટ્સએપ પર ફોરવર્ડ કરાઈ. પરંતુ માત્ર દીપડાની ચપળતા અને કૌશલ્યનો સાક્ષી છુ. જુઓ કે કેવી રીતે કૂતરો છટકી ગયો અને પછી દીપડાએ સમજદારી બતાવી. તમે જ્યારે આ વીડિયો જોશો ત્યારે થોડી ક્ષણ આપ વિચારતા રહી જશો કે વીડિયોમાં ખરેખરમાં શું છે પરંતુ જ્યારે બરાબર ધ્યાન આપી જોશો ત્યારે તમે સમજી શકશો કે એક કૂતરાનો પીછો કરવા એક દીપડો દરવજા પરથી છલાંગ લગાવે છે.