Birthday/ સુપરસ્ટાર રજનીકાંતનો જમાઈ ધનુષનો આજે જન્મદિવસ, જાણો તેની વાતો

રજનીકાંતનો જમાઈ ધનુષનો આજે જન્મદિવસ છે. ધનુષનો જન્મ 28 જુલાઈ 1983ના દિવસે તમિલનાડુમાં થયો હતો. તેના પિતાનું નામ કસ્તૂરી રાજા છે.

Entertainment
સુપરસ્ટાર રજનીકાંતનો જમાઈ

આજે સાઉથના સુપરસ્ટાર રજનીકાંતનો જમાઈ ધનુષનો જન્મદિવસ છે. ધનુષનો જન્મ 28 જુલાઈ 1983ના દિવસે તમિલનાડુમાં થયો હતો. તેના પિતાનું નામ કસ્તૂરી રાજા છે. ધનુષે પિતાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘થુલ્લુવાધઓ ઈલામાઈ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2003માં આવેલી ધનુષની ફિલ્મ ‘તિરુદા તિરુદી’ સુપરહિટ રહી. આ ફિલ્મ બાદ ધનુષને સાઉથ સિનેમામાં ઓળખ મળી. ચાલો આજે રજનીકાંતનો જમાઈ ધનુષનો જન્મદિવસ પર તેની સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો.

સુપરસ્ટાર રજનીકાંતનો જમાઈ

આ પણ વાંચો :રાજ કુંદ્રાને કોર્ટથી મળ્યો મોટો ઝટકો, જામીન અરજી થઇ નામંજૂર

ઉલ્લેખનીય છે કે ધનુષ મોંઘી કારનો પણ શોકિન છે. અહેવાલ પ્રમાણે તેમની પાસે AudiA8,Rolls-Royce Ghost Series II, Jaguar XE, tley Continental Flying Spur જેવી લગ્ઝરીસ કાર છે.

ધનુષ દક્ષિણ સિનેમામાં તો જાણીતો છે જ પરંતુ હિન્દી ફિલ્મોના ચાહકો તેને કુંદનના નામે ઓળખે છે. ‘રાંઝણા’નો કુંદન જે જોયાના પ્રેમમાં એટલો દિવાનો હતો કે વારંવાર પોતાને નુકસાન પહોંચાડી દેતો હતો. ધનુષ એક ફિલ્મમાં કામ કરવાના 7 થી 10 કરોડ લે છે. આ સિવાય તે જાહેરાતોમાંથી પણ ખૂબ કમાણી કરે છે. વર્ષ 2011માં આવેલી ફિલ્મ ‘આદુકલમ’ માટે તેને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.

સુપરસ્ટાર રજનીકાંતનો જમાઈ

આ પણ વાંચો :એકવાર ફરી જોવા મળ્યો નોરા ફતેહીનો શાનદાર ડાન્સ, સોંગ ઝાલીમા કોકા કોલા રિલીઝ

ધનુષ ક્યારેય એક્ટર નહોતા બનવા માંગતા. તે શેફ બનવા માંગતા હતા. જેથી તેણે હોટેલ મેનેજમેન્ટનો કોર્સ પણ કર્યો હતો. તે કહે છે કે, મારા પિતા કસ્તૂરી રાજા ડાયરેક્ટર હતા, જ્યારે પણ કોઈ એક્ટર ઘરે આવતા તો હું પોતાને રૂમમાં બંધ કરી લેતો હતો. બાદમાં પિતા અને ભાઈના કહેવા પર મે ફિલ્મોમાં હાથ અજમાવ્યો.

ધનુષનું સાચું નામ વેંકટેશ પ્રભુ કસ્તૂરી રાજા. તેણે પિતા કસ્તૂકરી રાજા અને ભાઈના કહેવાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. ધનુષની પ્રથમ ફિલ્મનનું નિર્દેશન તેમના પિતાએ કર્યું હતું. ફિલ્મનું નામ હતું ‘થુલ્લુવાધો ઇલામાઈ’, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહોતી. તેના બાદ તેના ભાઈના નિર્દેશનમાં બનેલી Kadhal Kondein થી તેને ઓળખ મળી હતી.

સુપરસ્ટાર રજનીકાંતનો જમાઈ

આ પણ વાંચો :રાજ કુંદ્રાના HotShots કનેક્શન અંગે સેલિના જેટલીએ કહ્યું – મારો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ …

ધનુષે જ્યારે ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા ત્યારે તે 21 વર્ષના હતા અને ઐશ્વર્યા 23 વર્ષના. બંનેના લગ્નને 15 વર્ષ થઈ ચુક્યા છે. બંને બે બાળકોના માતા-પિતા છે. ધનુષનું સ્ટારડમ બિલકુલ તેના સસરા રજનીકાંત જેવું જ છે. ધનુષની પાસે પમ્મલ, ચેન્નઈમાં આલિશાન બંગલા છે. સાથે તેની પાસે એક ગેસ્ટ હાઉસ પણ છે. એટલું જ નહીં તે વૈભવશાળી કારોનો પણ શોખ લાગે છે. આ બધુ તેણે પોતાના દમ પર મેળવ્યું છે.

ધનુષે 2004માં સુપરસ્ટાર રજનીકાંન્તની પુત્રી એશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા. બન્નેની મુલાકાત કાઢલ કોંડે ના શો દરમિયાન થઈ હતી અને જલ્દી જ તેઓ સારા મિત્ર બની ગયા હતા. બાદમાં મિત્રતા પ્રેમમાં પરિણમી હતી અને બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બન્ને લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા.

a 491 સુપરસ્ટાર રજનીકાંતનો જમાઈ ધનુષનો આજે જન્મદિવસ, જાણો તેની વાતો

આ પણ વાંચો :રાજ કુંદ્રાની કંપની પર વધુ એક કેસ, 4 પ્રોડ્યુસર અને ગેહના વશિષ્ઠ સામે નોંધાઈ FIR

સુપરસ્ટાર રજનીકાંતનો જમાઈ ધુનુષે વાય ધીસ, કોલાવરી ડી ગીત ગાયું હતું. જે દેશભરમાં ખૂબ પસંદ કરવામાં આવ્યું. આ ગીત રિલીઝ થતાંની સાથે યૂટ્યૂબ પર હીટ થઈ ગયું હતું. યૂટ્યૂબ પર અત્યાર સુધી 150 મિલિયનથી વધુ વખત જોવાઈ ચુક્યું છે.

ફિલ્મ આદુકલમ માટે ધનુષને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળી ચુક્યો છે. આ પુરસ્કારથી સન્માનિત તે સૌથી નાની ઉંમરનો એક્ટર છે.

આ પણ વાંચો :એફઆઇઆર મામલે શ્વેતા તિવારીને કોર્ટથી મળી રાહત ? એનઓસી મુદ્દે અભિનવની નકલી સહી કરી