magfali/ રાજકોટમાં ટેકાનાં ભાવે ખરીદીનાં રજીસ્ટ્રેશનનો આજે છેલ્લો દિવસ, ભાવનગરમાં આવક પર પ્રતિબંઘ

રાજકોટમાં સરકાર દ્વારા ટેકાનાં ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે, ત્યારે આજે  ખેડૂતો દ્વારા ટેકાનાં ભાવે મગફળીનું વેચાણ કરવા માટેનાં રજિસ્ટ્રેશનનો અંતિમ દિવસ છે. આપને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં રાજકોટ ખાતે 4.57 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે અને આજે પણ બપોરે 3 વાગ્યા સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે. આગામી 21 ઓક્ટોબરથી સરકાર દ્વારા […]

Uncategorized
magfali kedhut 1 રાજકોટમાં ટેકાનાં ભાવે ખરીદીનાં રજીસ્ટ્રેશનનો આજે છેલ્લો દિવસ, ભાવનગરમાં આવક પર પ્રતિબંઘ

રાજકોટમાં સરકાર દ્વારા ટેકાનાં ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે, ત્યારે આજે  ખેડૂતો દ્વારા ટેકાનાં ભાવે મગફળીનું વેચાણ કરવા માટેનાં રજિસ્ટ્રેશનનો અંતિમ દિવસ છે.

આપને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં રાજકોટ ખાતે 4.57 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે અને આજે પણ બપોરે 3 વાગ્યા સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે. આગામી 21 ઓક્ટોબરથી સરકાર દ્વારા રજિસ્ટ્રેશન નંબર પ્રમાણે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે.

દરેક સેન્ટર પર દરરોજ 50 ખેડૂતોને બોલાવાશે અને તેમની પાસેથી ખરીદી કરવામાં આવશે. જો કે, તહેવારનો સમય નજીક આવી જતા હાલ ખેડૂતો પાસેથી કરવામાં આવી રહેલી ટેકાનાં ભાવે મગફળીની ખરીદી ખેડૂતો માટે તહેવારમાં ટાઇમ સાચવી લેવા જેવો અવસર જોવામાં આવી રહ્યો છે.

જો કે, ભાવનગરનાં ખેડૂતોને આ મામલે થોડી મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે તેવા સંજોગો ઉભા થઇ રહ્યા છે. જી હા, ભાવનગરના યાર્ડમાં મગફળીની આવક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આગામી 22 ઓકટોબર સુધી યાર્ડમાં મગફળી લાવવા માથે યાર્ડ સત્તાવાળાઓએ પ્રતિબંધ મુકાયો છે. જો કે, પ્રતિબંઘ મુકવા પાછળ કોઇ ભારેભરખમ કારણ નથી, પરંતુ મગફળીની ભારે આવકના કારણે હાલ ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં જગ્યા ન હોવાથી તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં વરસાદથી મગફળી પલળી ગઈ હતી અને મગફળી પલળી જતાં ખેડૂતોને મોટું નુકશાન થયું હતું .