Not Set/ સોનાની 2 લાખ કરતા વધારેની ખરીદી પર વધારે કિમત ચૂકવી પડશે,જાણો કેવી રીતે

નવી દિલ્હીઃ જો તમે કેશ આપીને 2 લાખ રૂપિયા કરતા વધારેના ઘરેણાંની ખરીદી કરશો તમારે વધારે કિમત ચુકવવી પડશે. આગામી એક એપ્રિલથી બે લાખ રૂપિયાથી વધારેની કિમતની જ્વેલરીની ખરીદી પર 1 ટકા ટીસીએસ( સ્રોત પર કર tax collected at source) આપવો પડશે.  અત્યર સુધીમાં સીમા 5 લાખ રૂપિયા સુધીની હતી. નાણાં વિધેયક 2017 પસાર થયા […]

Uncategorized
gold jewellery 650 સોનાની 2 લાખ કરતા વધારેની ખરીદી પર વધારે કિમત ચૂકવી પડશે,જાણો કેવી રીતે

નવી દિલ્હીઃ જો તમે કેશ આપીને 2 લાખ રૂપિયા કરતા વધારેના ઘરેણાંની ખરીદી કરશો તમારે વધારે કિમત ચુકવવી પડશે. આગામી એક એપ્રિલથી બે લાખ રૂપિયાથી વધારેની કિમતની જ્વેલરીની ખરીદી પર 1 ટકા ટીસીએસ( સ્રોત પર કર tax collected at source) આપવો પડશે.  અત્યર સુધીમાં સીમા 5 લાખ રૂપિયા સુધીની હતી.

નાણાં વિધેયક 2017 પસાર થયા બાદ ઘરેણાં પણ સામાન્ય વસ્તુની શ્રેણીમાં આવી જશે. જેના પર 2 લાખ રૂપિયા કરતા વધારે ખરીદી પર એક ટકા ટીસીએસ આપવો પડશે.

આ વિઘેયકમાં ટીસીએસ માટે 5 લાખ રૂપિયા કરતા વધારેના ઘરેણાની ખરીદીની મર્યાદાને ખતમ કરવાનો પ્રસ્તાવ છે. તેનું કારણ એ છે કે, 2017-18ના બજેટમાં  ત્રણ લાખ રૂપિયા કરતા કૈશ સૌદા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તેના ઉલ્લંઘનમાં કેશ લેનાર વ્યક્તિ પર તેટલી રકમનો દંડ લેવાની જોગવાઇ કરવામાં આવી છે.