Not Set/ સમગ્ર રાજ્યમાં મેહુલીયો વરસ્યો, ખેડૂતોમાં ખુશી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. ટંકારા તાલુકામાં ધોધમાર 8 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા ગયા છે. તેમજ નદી-નાળા બે કાંઠે વહી રહ્યા છે. ટંકારામાં આભ ફાટ્યું હોટ તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ટંકારાના ખાખરા ગામે નદીમાં બાઇક સાથે બે વ્યક્તિ તણાયા હોવાનું જાણવા મળ્યું છે. મોરબી અને રાજકોટથી […]

Uncategorized
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. ટંકારા તાલુકામાં ધોધમાર 8 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા ગયા છે. તેમજ નદી-નાળા બે કાંઠે વહી રહ્યા છે. ટંકારામાં આભ ફાટ્યું હોટ તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ટંકારાના ખાખરા ગામે નદીમાં બાઇક સાથે બે વ્યક્તિ તણાયા હોવાનું જાણવા મળ્યું છે. મોરબી અને રાજકોટથી ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઇ છે.  ટંકારામાં કેડ સમા પાણી ભરાયા છે. તેમજ નિચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે. મોરબીમાં 2 ઇંચ અને વાંકાનેરમાં 6 ઇંચ વરસી ગયો હતો. હજુ પણ ધીમી ધારે વરસાદ અવિતર ચાલુ છે. તેમજ મોરબીમાં કોઝવેમાં કાર ફસાતા બે વ્યક્તિઓ ફસાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. ટંકારા તાલુકાના ખાખરા ગામે બે વ્યક્તિ નદીમાં તણાતા મોરબી કલેકટર, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મોરબીમાં અનરાધાર વરસાદ પડ્યો . ત્યારે મોરબીનું ધુનડા ગામ બેટમાં ફેરવાયું છે. નદી કાંઠે આવેલા ચાર મકાન ખાલી કરવામાં આવ્યા છે. 14થી વધું લોકોને સલામત સ્થળે ખસેડાવામાં આવ્યા છે. ગામમાં પાંચથી વધુ વીજપોલ ધરાશાયી થતા વીજળી ગુલ થઇ ગઇ છે. મોરબીથી મોટી વાવડા તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.રાજકોટના પડધરી પંથકમાં પણ સવારથી વરસાદ વરસવાનું ચાલું હતું.