PM Modi Gujarat Visit/ PM મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, અહીં જાણો સમગ્ર કાર્યક્રમની વિગત

જો 12 માર્ચના કાર્યક્રમની વાત કરીએ તો સવારે 10 વાગ્યે રક્ષાશક્તિ યુનિવર્સિટી જવા રવાના થશે. ગાંધીનગરથી દહેગામ સુધી પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે.

Top Stories Ahmedabad Gujarat
PM મોદી

PM મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. PM મોદીના પ્રવાસનો બીજો દિવસ છે. આજે ગાંધીનગરથી દહેગામ સુધીનો રોડ શો કરશે. અલગ અલગ જગ્યાએ PM નરેન્દ્ર મોદી નું સ્વાગત કરાશે. રક્ષાશક્તિ યુનિ.ના કાર્યક્રમમાં હાજર રહેશે. નવીન સંકુલનું લોકાર્પણ, પદવીદાન સમારોહમાં પણ હાજર રહેશે.

જો 12 માર્ચના કાર્યક્રમની વાત કરીએ તો સવારે 10 વાગ્યે રક્ષાશક્તિ યુનિવર્સિટી જવા રવાના થશે. ગાંધીનગરથી દહેગામ સુધી પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે.PM નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિ પહોંચશે અને રક્ષાશક્તિ યુનિવર્સીટીના નવા સંકુલનુ લોકાર્પણ કરશે.  જે બાદ પદવીદાન સમારોહમાં PM મોદી ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ ગાંધીનગરથી દહેગામ સુધી ભવ્ય રોડ-શો કરશે.

ભવ્ય રોડ-શો બાદ PM નરેન્દ્ર મોદી બપોરે 1 વાગ્યે રાજભવન પહોંચશે. તેઓ રાજભવન ખાતે સાંજે 6 વગ્યા સુધી રોકાણ કરશે અને સાંજે 7 વાગ્યે ખેલ મહાકુંભ-2022નો પ્રારંભ કરાવશે સાથ સાથે  સરદાર પટેલ સ્ટેડિયમમાં હજારો લોકોને સંબોધશે. ત્યારબાદ PM નરેન્દ્ર મોદી દિલ્હી જવા માટે રવાના થશે.

​ભાજપના ગુજરાત મિશન – 2022 અંતર્ગત પ્રધાનમંત્રી મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ખેલ મહાકુંભ માં કુલ 23 જેટલા શક્તિદુત ખેલાડીઓ ને આમંત્રણ આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ માં સ્પોર્ટ્સ એકેડમી દ્વારા અલગ અલગ સ્પોર્ટ્સ થીમ પર કાર્યક્રમ નક્કી કર્યો છે.જેમાં બાળકો પરફોર્મન્સ કરશે.

આ પણ વાંચો :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે, દાંડીમાર્ચ સાયકલ યાત્રામાં આપી હાજરી

આ પણ વાંચો :અમદાવાદના આનંદનગર રોડ પર સ્થિત શેલ પેટ્રોલ પંપ પર બબાલ,જાણો

આ પણ વાંચો : પીએમ મોદી ગાંધીનગરમાં માતા હીરાબેનને મળ્યા, ચરણ સ્પર્શ કરી સાથે કર્યુ ભોજન

આ પણ વાંચો :સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાની સામાન્ય બેઠક યોજાઈ, કુલ રૂ.129 કરોડના વિકાસના કામોને મંજૂરી