Not Set/ આજે સેન્સેક્સ નીચે સરકીને 60213.64 ની સપાટીએ આવી ગયું ……

આજે સવારે મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષ રેડઝોનમાં ખુલ્યા હતા. રોકાણકારોમાં વિશ્ર્વાસનો અભાવ જોવા મળતા દિવસ દરમિયાન સતત બજાર મંદીમાં રહ્યું હતું

Business
Untitled 128 આજે સેન્સેક્સ નીચે સરકીને 60213.64 ની સપાટીએ આવી ગયું ......

સામાન્ય રીતે લાભ પાંચમ એ બધા મૂહર્ત માટે સારી હોય છે. આજે મોટાભાગની દુકાનો  દિવાળીની રજાઓ પછી આજે ફરીથી શરૂ કરવામાં આવી છે  ત્યારે આ  પાંચમના શુકનવંતા દિવસે રોકાણકારો માટે બજારમાં સારા  સારી ણ જોવા મળી.આજે શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં 467 પોઈન્ટની અફરા-તફરી વ્યાપી જવા પામી હતી. નિફટી પણ રેડઝોનમાં કામકાજ કરી રહ્યું છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે થોડો નબળો પડ્યો હતો. આજે સવારે મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષ રેડઝોનમાં ખુલ્યા હતા. રોકાણકારોમાં વિશ્ર્વાસનો અભાવ જોવા મળતા દિવસ દરમિયાન સતત બજાર મંદીમાં રહ્યું હતું.

આ પણ વાંચો ;ગુજરાત /  મોડાસાના પ્રાંત અધિકારીની સાયબર ક્રાઇમે કરી ધરપકડ,યુવતીને અશ્લીલ મેસેજ મોકલવાનો આરોપ

એક તબક્કે સેન્સેક્સ 60670.47ની સપાટીએ પહોંચી ગયું હતું. જ્યાંથી નીચે સરકી 60213.64એ આવી ગયું હતું. એકંદરે માર્કેટમાં 467 પોઈન્ટનીઅફરા-તફરી જોવા મળી હતી. નિફટીમાં પણ આજે ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. બેંક નિફટીમાં કડાકો બોલી ગયો હતો. જ્યારે નિફટી મિડકેપ 100 ઈન્ડેક્ષ ગ્રીનઝોનમાં કામકાજ કરતો હતો. આજના વોલેટાઈલ માર્કેટમાં ટાટા મોટર્સ, લાર્સન એન્ડ ટ્રુર્બો અને ડેવીસ લેબ જેવી કંપનીના શેરના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો ;ગાંધીનગર /  ગાંધીનગર જિ.પં.ની આંકડા શાખામાં આગ લાગતા,દસ્તાવેજો અને કોમ્પ્યુટર બળીને ખાખ થયા

જ્યારે બ્રિટાનીયા, એચડીએફસી બેંક અને પાવર ગ્રીડ અને એચડીએફસીના શેરોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ લખાય છે ત્યારે સેન્સેક્સ 173 પોઈન્ટના ઘટાડા સાથે 60372 અને નિફટી 40 પોઈન્ટના ઘટાડા સાથે 18028 પર કામકાજ કરી રહ્યું છે. ડોલર સામે રૂપિયો 4 પૈસાની નરમાસ સાથે 74.05 પર ટ્રેડ કરી રહ્યું છે.