Not Set/ નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની આજે બેઠક, લેવાઇ શકે છે મોટા નિર્ણય

જીએસટી કાઉન્સિલની 43 મી બેઠક આજે સવારે યોજાવાની છે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાશે, જેની અધ્યક્ષતા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ કરશે.

Top Stories India
1 37 નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની આજે બેઠક, લેવાઇ શકે છે મોટા નિર્ણય

જીએસટી કાઉન્સિલની 43 મી બેઠક આજે સવારે યોજાવાની છે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાશે, જેની અધ્યક્ષતા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ કરશે. લગભગ 8 મહિના પછી યોજાઇ રહેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.

ચોક્સી પર કોનું દબાણ / કૌભાંડી મેહુલ ચોકસીની ધરપકડ અંગે તેના વકીલનું મોટું નિવેદન, કહ્યું – ચોકસીને ટોર્ચર કરાયો અને…

આ બેઠકમાં કોવિડ-19 સંબંધિત દવાઓ, રસીઓ અને તબીબી ઉપકરણો પરના જીએસટી દર ઘટાડવાની સાથે પેટ્રોલ ડીઝલ પર પણ વિચારણા કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, જીએસટી કાઉન્સિલની બેઠક હવે 7 મહિના પછી થઈ રહી છે. આ અગાઉ જીએસટી કાઉન્સિલની બેઠક ઓક્ટોબર 2020 માં મળી હતી. જીએસટી કાઉન્સિલને 28 મેનાં રોજ યોજાનારી બેઠકમાં કોરોના વાયરસ રોગચાળાને લીધે થયેલા નુકસાનને કારણે રાજ્યો દ્વારા માંગવામાં આવેલી નાણાકીય સહાય અંગે નિર્ણય લેવો પડી શકે છે. જીએસટી કાઉન્સિલ કોવિડ-19 ની રસીને કર મુક્તિ આપવાના પ્રસ્તાવ પર વિચાર કરશે. હાલમાં, રસી પર 5 ટકા જીએસટી લાગે છે. કેટલાક રાજ્યોએ કોરોના રસીને સંપૂર્ણ કરમુક્ત રાખવા અથવા 0.1 ટકાનો સીમાંત કર લાદવાનું સૂચન કર્યું છે. સરકાર કોવિડ રાહત માટે રાજ્ય સરકાર અથવા તેના દ્વારા અધિકૃત એજન્સી દ્વારા ભારતમાં ફ્રી ડિસ્ટ્રીબ્યૂશન માટે ઇમ્પોર્ટેડ ઓક્સિજન કંસન્ટ્રેટર પર IGT છૂટ આપી ચુકી છે. જીએસટી રીટર્ન ફાઇલિંગ સંબંધિત એમનેસ્ટી સ્કીમની આજે મળી રહેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં જાહેરાત કરી શકાય છે. આ યોજનાનો અવકાશ 01 જુલાઇ, 2017 થી એપ્રિલ 2021 સુધીનાં બાકી બધા જીએસટીઆર-3 બી રિટર્નને આવરી લેશે. તમામ જીએસટી નોંધાયેલા વ્યવસાયોએ જીએસટીઆર -3 બી રિટર્ન ભરવાનું રહેશે.

કાશ્મીર વિવાદ / પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં વધુ બળથી ઉઠાવવો જોઈએઃ UNGA પ્રમુખ

આ સિવાય જીએસટી કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલ-ડીઝલ પર પણ ચર્ચા થઈ શકે છે. કેન્દ્ર સરકારે વિવિધ મોરચે અનેક વખત કહ્યું છે કે તેલની કિંમતોને નિયંત્રણમાં લાવવા માટે તેને જીએસટીના દાયરામાં લાવવું પડશે. આ સંદર્ભે રાજ્યોનાં મંતવ્યો જાણ્યા પછી નાણાં પ્રધાન આગળનો રોડ મેપ નક્કી કરી શકે છે. રાજ્યો દ્વારા નાણાકીય સહાયની માંગ સાથે, FY 22 જીએસટી કમ્પેંસેશન અને જીએસટી રેટ પર પણ નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે. આપને જણાવી દઈએ કે, જીએસટી રેવન્યૂમાં આવકમાં ઘટાડાની ભરપાઇ માટે FY 21 માં કેન્દ્ર સરકારે એક ફાઇનાન્સિંગ મેથડ પર સંમતિ આપી હતી. તે આગામી મીટિંગમાં નક્કી થઈ શકે છે કે તેને નાણાકીય વર્ષ 22 માટે ચાલુ રાખવું કે નહીં. બે સ્લેબને જીએસટીમાં 12 ટકા અને 18 ટકા મર્જ કરવાનો નિર્ણય લાંબા સમયથી અટવાયેલો છે. આ બેઠકમાં તેની ચર્ચા થવાની સંભાવના છે.

sago str 28 નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની આજે બેઠક, લેવાઇ શકે છે મોટા નિર્ણય