Election Result/ બિહાર-ગુજરાત સહિતના રાજયોમાં આવતી કાલે થશે મતગણતરી, પરિણામ માં થઇ શકે છે વિલંબ 

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે  હરિયાણા, ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી સહીતના રાજયોમાં સત્તા ગુમાવી છે. અને પછી પક્ષપલ્ટાના સહારે મધ્યપ્રદેશ સરકાર બનાવવામાં હાલ સફળ રહી છે તો રાજસ્થાનમાં તેનો આ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે.

Top Stories India
sanjay shrivastav 7 બિહાર-ગુજરાત સહિતના રાજયોમાં આવતી કાલે થશે મતગણતરી, પરિણામ માં થઇ શકે છે વિલંબ 

અમેરિકામાં ચૂંટણીના પરિણામો આવ્યા બાદ હવે ભારતમાં પણ કેટલીક વિધાનસભાની પેટા ચૂંટણી અને બિહાર ચુન્ત્નીમાંતે આવતી કાલે સવારથી મત ગણતરી શરુ થશે.  કોરોના ના કહેર વચ્ચે યોજાયેલી આ ચૂંટણી. આ વર્ષની  મહત્વપૂર્ણ ઘટના છે. જેમાં આવતી કાલે બિહારમાં સરકારનું ભાવી નક્કી થશે. તમામ એકઝીટ પોલમાં હાલના શાસક એનડીએ નિતીશકુમાર સરકારને પરાજીત થતી દર્શાવાઈ છે. તો બીજી બાજુ રાજદ-કોંગ્રેસના મહાગઠબંધનને બહુમતીથી નજીક અને ચાણકય પોલમાં તો 2/3 બહુમતી સાથે વિજેતા બનતા દર્શાવાયા છે. આ એક્ઝીટ પોલને લઈને રાજદ-કોંગ્રેસ કેમ્પમાં જબરી ઉતેજના અને ઉત્સાહ છે.

#ayodhdhya / મહંત નૃત્ય ગોપાલદાસની તબિયત લથડી, શ્વાસની સમસ્યા છાતીમાં દુખ…

2018 અને બાદમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે  હરિયાણા, ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી સહીતના રાજયોમાં સત્તા ગુમાવી છે. અને પછી પક્ષપલ્ટાના સહારે મધ્યપ્રદેશ સરકાર બનાવવામાં હાલ સફળ રહી છે તો રાજસ્થાનમાં તેનો આ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. હરિયાણામાં પક્ષને પ્રાદેશિક તાકાતને સાથે રાખી સરકાર બનાવવાની ફરજ પડી છે અને આગામી વર્ષ પ.બંગાળ સહિતના રાજયોની ધારાસભા ચૂંટણીઓ આવી રહી છે તેથી બિહારનું ગુમાવવું ભારે પડી શકે છે.

જામનગર / નુકશાન ગયેલા મગફળીના પાકને સળગાવી મુક્યો…

તો સાથે સાથે આવતીકાલે ગુજરાતની ધારાસભાની આઠ બેઠકોની જે પેટાચૂંટણીઓ યોજાઈ હતી તેના પણ પરિણામ આવશે. એકઝીટ પોલમાં ભાજપને 6-7 બેઠકો મળે તેવો સંકેત અપાયો છે. જો કે સરકારની સ્થિરતામાં આ બેઠકની કોઈ અગત્યતા નથી પરંતુ આગામી સમયમાં રાજયમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની છે.  તેથી આ પરિણામો બન્ને પક્ષ માટે મહત્વના બની રહેશે.

નવસારી / અહીં સરકારી કચેરીઓ ભ્રસ્ટાચારથી ખદબદી રહી, ACBએ શરુ કરી કાર્…

તો મધ્યપ્રદેશની વાત કરીએ તો અહીં ફરી એકવાર ભાજપની કસોટી છે. જો કે કોંગ્રેસના 22 ધારાસભ્યોને પક્ષપલ્ટાથી રાજીનામા અપાવીને પેટાચૂંટણીમાં ફરી વિજેતા બનાવવાનો પ્રયાસ થયો છે અને શિવરાજ ચૌહાણ સરકાર જે હાલ સલામતમાં છે તે આ બેઠકો જીતીને તેની બહુમતી અને સ્થિરતા બન્ને સાથે મેળવી શકે છે તો આ પક્ષપલ્ટાનું નેતૃત્વ લેનાર જયોતિરાદીત્ય સિંધીયા જો ધાર્યા પરિણામો લાવી શકે તો કેન્દ્રીય કેબીનેટમાં સારુ સ્થાન મેળવી શકશે.

Gandhinagar / હવે આ શહેરમાં સફાઈ કામદારોને ગટરમાં નહિ ઉતરવું પડે, રોબોટ કર…

દેશમાં કુલ 56 ધારાસભા બેઠકોની પેટાચૂંટણી છે જેમાં ઉતરપ્રદેશની 7 બેઠકો પણ સામેલ છે. આવતીકાલે પરિણામ મોડા આવે તેવી સંભાવના છે. કોરોના સંકટના કારણે જે રીતે મતદાન મથકો વધારાયા અને પ્રતિ મથક મતદારની સંખ્યા પણ ઘટાડાઈ તેથી વધુ રાઉન્ડમાં ગણતરી થશે અને ટેબલની સંખ્યા યથાવત રહી છે અને તેથી એકંદરે પરિણામ મોડા થશે.