World/ વિશ્વભરમાં કોરોનાથી થયેલા કુલ મોતનો આંકડો 53 લાખને પાર, અમેરિકામાં નોંધાયાં સૌથી વધુ મોત

અમેરિકામાં કોરોનાનાથી મોતે ભેટનારા લોકોનો આંકડો આઠ લાખને પાર થઇ ચૂક્યો છે. તેમાં બે લાખથી વધુ એ લોકો પણ સામેલ છે,

Top Stories World
bandk 1 7 વિશ્વભરમાં કોરોનાથી થયેલા કુલ મોતનો આંકડો 53 લાખને પાર, અમેરિકામાં નોંધાયાં સૌથી વધુ મોત

અમેરિકામાં કોરોનાથી થયેલા કુલ મોતનો આંકડો 8 લાખને પાર થઇ ચૂક્યો છે. નિષ્ણાંતોનું માનીએ તો 1 માર્ચ સુધીમાં આ આંકડો 8 લાખ,80 હજાર થઇ શકે છે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં 53 લાખ લોકો કોરોનાથી મોત ને ભેટી ચૂક્યા છે.

અમેરિકામાં કોરોનાનાથી મોતે ભેટનારા લોકોનો આંકડો આઠ લાખને પાર થઇ ચૂક્યો છે. તેમાં બે લાખથી વધુ એ લોકો પણ સામેલ છે, જેમના જીવ એ સમયે ગયા જ્યારે રસી ઉપલબ્ધ થઇ ચૂકી હતી. અમેરિકામાં કોઇપણ દેશની તુલનામાં મૃતકોનો આંકડો વધારે છે. અમેરિકામાં દુનિયાની કુલ વસ્તીનો 4 ટકા હિસ્સો વસે છે. પરંતુ દુનિયાભરમાં કોરોનાથી થયેલા મોતોમાં 15 ટકા મોત એકલા અમેરિકામાં થયા છે. એક અનુમાન અનુસાર 1 માર્ચ સુધીમાં અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનો આંકડો 8લાખ 80 હજારને પાર થઇ જશે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં કોરોનાથી 53 લાખથી વધુ લોકો મોતને ભેટી ચૂક્યા છે.

આ તરફ દક્ષિણ આફ્રિકામાં એક જ દિવસમાં કોરોનાના નવા 26 હજાર 976 કેસ નોંધાયા

દક્ષિણ કોરિયાની વાત કરીએ તો દક્ષિણ કોરિયામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે.  છેલ્લા 24 કલાકમાં દક્ષિણ કોરિયામાં કોરોનાના 7850 કેસ સામે આવ્યા છે. આ મહિનામાં ચોથી વખત અહીં કોરોના કેસનો દૈનિક આંકડો 7 હજારને પાર થયો છે. દક્ષિણ કોરિયામાં 24 કલાકમાં કોરોનાથી 70 લોકોના મોત થયા છે.  કોરોનાના રેકોર્ડ તોડ આંકડાઓને જોતા અહીં કોરોનાને કાબુમાં લેવા સખત પગલા ભરવામાં આવી રહ્યા છે. અહીં સામાજિક સમારોહ પર નિયંત્રણો મુકાયા છે.

સુરત / રાજ્યમાં વધુ એક દુષ્કર્મના આરોપીને સજા એ મોતનો હુકમ

શરમજનક / મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનામાં ભાઈએ બહેન સાથે કર્યા લગ્ન, જાણો કેમ..?