Not Set/ લોકોને સ્પર્શતા સીધા મુદ્દાઓને નજર અંદાજ ન કરી શકાય…..

ભારતમાં પાછલા કેટલાક સમયથી જીડીપીનો દર સતત ઘટતો જઈ રહ્યો છે. મોંઘવારી વધુ દોહ્યલી બની ચુકી છે. વિકાસ વર્સીસ બેરોજગારી, ગરીબી અને મોંઘવારી આમને સામને છે. ત્યારે સવાલ તે છે કે, આ સ્થિતિમાં જીત વિકાસની થાય છે કે, લોકોને સીધા સ્પર્શતા આ મુદ્દાઓની થાય છે. અન્યથા છેલ્લા કેટલાક સમયથી તેવા મુદ્દાઓ પર સમગ્ર દેશનું ધ્યાન […]

Top Stories India
rina brahmbhatt1 લોકોને સ્પર્શતા સીધા મુદ્દાઓને નજર અંદાજ ન કરી શકાય.....

ભારતમાં પાછલા કેટલાક સમયથી જીડીપીનો દર સતત ઘટતો જઈ રહ્યો છે. મોંઘવારી વધુ દોહ્યલી બની ચુકી છે. વિકાસ વર્સીસ બેરોજગારી, ગરીબી અને મોંઘવારી આમને સામને છે. ત્યારે સવાલ તે છે કે, આ સ્થિતિમાં જીત વિકાસની થાય છે કે, લોકોને સીધા સ્પર્શતા આ મુદ્દાઓની થાય છે. અન્યથા છેલ્લા કેટલાક સમયથી તેવા મુદ્દાઓ પર સમગ્ર દેશનું ધ્યાન છે કે જે લોકો સાથે નહિ પરંતુ લોકોની લાગણીઓ સાથે, લોકોના ધર્મ સાથે જોડાયેલ છે. પરંતુ આ તે મુદ્દા નથી કે જે લોકોના જીવનને સ્પર્શે છે. જી ,હા આ મુદ્દા જયારે શાંત પડશે ત્યારે  આપણે બધા ફરી એકવાર વાયદાઓ, સપનાઓ અને વાસ્તવિકતા વચ્ચે તાલમેળ બેસાડવાની કોશીશમાં લાગી જઈશું. આફ્ટર ઓલ આ જ તો વાસ્તવિકતા છે. કેમ કે, આખરે સામાન્ય માનવીથી લઈને સમાજમાં વસતા તમામ લોકો ને બેરોજગારી અને મોંઘવારી તો સીધા સ્પર્શે જ છે.

બાકી બધું  એક માયાજાળ સમાન છે. જે બતાવે કઇંક અને વાસ્તવિકતા કઈંક ઓર જ હોય. જી, હા અસલમાં જમીની સચ્ચાઈ આ જ હોય છે અને તેને લીધે જ સમસ્યાઓના સમાધાન મળતા નથી. તે ચાહે મોંઘવારી હોય, વિકાસ હોય કે ગરીબી હોય પરંતુ અસલિયત તે જ છે કે, જે રજુ કરવામાં આવે છે, તેના કરતા વાસ્તવિકતા વધુ બિહામણી હોય છે. વેલ હાલ આપણે અહી વાત કરી રહ્યા છીએ ભારતમાં વધતા જઈ રહેલા બેરોજગારીના દરની કે જે સીધે સીધી સમાજના તમામ વર્ગના યુવાનોને સ્પર્શે છે.

દરેક ઘર, દરેક પરિવાર અને દરેક વ્યક્તિને જ્યાં સુધી રોજગારી અને તે પણ ગુણવત્તાયુક્ત રોજગારી પ્રાપ્ત ના થાય ત્યાં સુધી તેમના કોઇપણ પ્રકારના પ્રશ્નોનો ઉકેલ આવે નહી. કેમ કે દરેક સમસ્યા નાણાથી શરુ થઇ નાણાથી જ પૂરી થાય છે. ફિક્સ આવક ના હોય ત્યાં સુધી તેના જીવનનું કોઈ આયોજન થઇ શકતું નથી. રોજબરોજની જરૂરિયાતથી લઈને વધારાના અચાનક આવી પડતા ખર્ચાઓને પહોચી વળવા એક પૂર્ણ કક્ષાની રોજગારીની દરેક લોકોને આવશ્યકતા હોય છે. અને આ ચીજ તેમને ગુણવત્તાયુક્ત રોજગારી જ પૂરી પાડી શકે.

વિશેષમાં સમગ્ર દુનિયામાં શરુ થયેલ આઈટી બેઝ કામકાજોએ દુનિયાભરની રોજગારી પર મોટી તરાપ મારી છે. ભારતમાં પણ ટેકનોલોજી કઈ કેટલાય રોજગારોને ખત્મ કરી રહી છે. અને આગામી સમયમાં આ ચિત્ર હજુ વધુ ઘાટું બનશે. ભારતમાં આમપણ કઈ કેટલીય સરકારો લાખો નોકરીઓ પેદા કરવાના વચનો આપી ચુકી છે. પરંતુ કોઇપણ પક્ષની સરકાર આ મામલે ખાસ કઈ ઉકાળી શકી નથી. અને હજુપણ આગામી સમયમાં તેમાં ખાસ કોઈ બદલાવ આવશે તેવું કહી શકાય તેમ નથી.

જી, હા ભારતમાં ખાસ કરીને મોટી સંખ્યામાં શ્રમિકોને રોજગારના અવસરો નથી મળી રહ્યા કે જેમાં તેઓ નિયમિતરૂપે કોઈ ચોક્કસ આવક મેળવી શકે. ત્યારે આ મામલે તમે અગર ભારતના જ જીડીપી એટલે કે સકલ ઘરેલું ઉત્પાદન ની વિકાસ દર ને લો તો, તે પાછલા કેટલાક વર્ષોમાં ૬.૫ % ની આસપાસ રહયો છે. જેમાં ખેતી અને નિર્માણ ક્ષેત્રનો વિકાસ દર ૨.૧ %, ઉદ્યોગનો ૪.૪ %, અને સેવા ક્ષેત્રનો વિકાસ દર ૮.૩ % જેટલો રહ્યો છે.

જેને પગલે આજે સ્થિતિ તે છે કે, ભારત વિશ્વમાં એક ઉભરતી અર્થ વ્યવસ્થા તરીકે ઉપસ્યું છે. પરંતુ સવાલ તે છે કે, શું અસલમાં લોકોને આ વિકાસ દર નો લાભ મળી રહ્યો છે ખરો? શું લોકોને આટલા પ્રમાણમાં રોજગારી મળી રહી છે ખરી? ત્યારે તમે આ મુદ્દે તમારી આસપાસ જોશો કે ઇવન રોજગારીના આંકડાઓ જોશો તો પણ ખ્યાલ આવશે કે, જીડીપીના ઉભરતા આંકડા અને રોજગારીના દર વચ્ચે ક્યાય કોઈ મેળ બેસતો નથી. મતલબ કે, આપણે રોજગારીવીહીન પ્રગતિ કરી રહ્યા છીએ. જેને અર્થ્શાશ્ત્રીઓ જોબ્લેસ ગ્રોથ કહે છે.

ત્યારે આ મામલે હાલમાં જ પ્રસિદ્ધ થયેલ એનએસએસઓની રીપોર્ટ મુજબ, જીડીપીના વિકાસ દરની માફક જ ભારતમાં બેરોજગારીનો દર પણ ૬.૧ % છે. જે પાછલા ૪૫ વર્ષોમાં સૌથી વધારે છે. આ રીપોર્ટ મુજબ શહેરી ક્ષેત્રોમાં ૭.૮ અને ગ્રામીણ ક્ષેત્રોમાં ૫.૩ % જેટલો છે. જો કે, આ રીપોર્ટને લઈને વિવાદ પણ થયો અને નીતિ આયોગે સફાઈ પણ આપી કે, આ એક ડ્રાફ્ટ રીપોર્ટ છે, પૂર્ણ રીપોર્ટ બાકી છે. પરંતુ બેરોજગારીનો દર ખુબ જ ઝડપથી વધી રહ્યો છે તે મામલે કોઇથી પણ ઇનકાર થઇ શકે તેમ નથી.

તેમજ તે સિવાય પણ અગર ૨૦૧૮-૧૯  ના આર્થિક સર્વેક્ષણને જોવામાં આવે તો, ભારતમાં અસંગઠીત ક્ષેત્ર માં રોજગારીની સંખ્યા લગભગ ૬ કરોડ જેટલી છે. તેમજ રક્ષા ક્ષેત્રને છોડીને લગભગ દોઢ કરોડ જેટલા લોકો સરકારી ક્ષેત્રમાં કાર્યરત છે. મતલબ કે લગભગ સાડા સાત કરોડ જેટલા લોકો પાસે રોજગારી છે. તેમજ કૃષિ ક્ષેત્ર સિવાય છૂટક મુટક કામ કરતા લોકોની સંખ્યા પણ ૨૪ કરોડ જેટલી છે. જો કે, તે સિવાય ભારતમાં સમસ્યા રોજગારી સાથે સલામતીની પણ છે. એટલે કે, ગુણવત્તાયુક્ત રોજગારી મામલે પણ આપણે ખુબ જ પાછળ છીએ. ભારતમાં કૃષિ ક્ષેત્ર સિવાય ૬૯ % રોજગારી આવી જ છે.

વધુમાં આ મામલે કોઇપણ સરકારના દાવા ક્યાય ખરા ઉતરતા નથી. ભારતમાં સૌથી વધુ રોજગારી પૂરી પાડતા રેલ્વે રીક્રુટમેન્ટ અને સ્ટાફ સિલેકશન કમીશન માં પાછલા કેટલાય વર્ષોથી કોઈ ભરતી થઇ નથી કે ના કોઈ જાહેરાત આવી છે. અને અગર આવી પણ છે તો વિવાદોને કારણે કોઈ ભરતી થઇ શકી નથી. ત્યારે જાણકારો ના મતે, આવી કેન્દ્રીય સંસ્થાઓ અને રાજ્યોમાં લોકસેવા પસંદગી મંડળ દ્વારા અગાઉ લાખોની સંખ્યામાં લોકોને નોકરીઓ મળતી હતી.

ત્યારે સામે છેડે આ મામલે સરકારનો દાવો છે કે, તેઓ સ્ટાર્ટ અપ ઇન્ડિયા , મેક ઇન ઇન્ડિયા અને સ્કીલ ઇન્ડિયા જેવી યોજનાઓ દ્વારા ૭૦ થી ૮૦ લાખ નોકરીઓ પેદા કરી રહી છે. પરંતુ હકીકત તે છે કે સવા અબજ વસ્તી ધરાવતા દેશમાં ૭૦ કે ૮૦ લાખ લોકોને નોકરી પૂરી પાડવાથી આ સમસ્યા શું દુર થઇ શકે ખરી?? ત્યારે એક તરફ બેરોજગારી અને બીજી તરફ આગઝરતી મોંઘવારી હોય તો લોકો શું કરે? કેમ જીવે? જેવા ગંભીર પ્રશ્નો તો ઉભા જ છે.

@પત્રકાર – કટાર લેખિકા, રીના બ્રહ્મભટ્ટની કમલથી………..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.