ગુજરાત/ ડોગ બ્રીડીંગ અને માર્કેટિંગની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા વેપારીએ ફર્મની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે

ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ નોધણી વગર ચાલતી પેટ શોપ સામે આકરા પગલા લેશે

Gujarat Others
Untitled 156 ડોગ બ્રીડીંગ અને માર્કેટિંગની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા વેપારીએ ફર્મની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે

રાજ્યમાં  પશુ ક્રુરતા અધિનિયમનો અમલ રાજ્ય સરકારે વર્ષ 2020થી શરૂ કરવામાં આવ્યો છે . જે અંતર્ગત હવે ડોગ બ્રીડીંગ અને માર્કેટિંગની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા વેપારીઓ વ્યકિતઓએ  રજિસ્ટ્રેશન ફરજિયાત કરવાનું હોય છે .આવો કાયદો હોવા છતાં પણ લોકો કાયદાનો અમલ કરતા નહોતા જેથી હવે સરકાર  સજાગ  થઇ ને આ કાયદાનો અમલ કડકાઈ થી  અમલ કરાવશે . આ કાયદો હોવા છતાં પણ કોઈ પણ  સંસ્થા દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું નથી.

સંયુક્ત પશુપાલન નિયામકની યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ડોગ બ્રિડીંગ અને માર્કેટીંગની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વ્યક્તિઓ અને વેપારીઓએ ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડ ખાતે તેમના ફર્મની નોંધણી કરવાની રહેશે. ફર્મના રજિસ્ટ્રેશન વગર કોઇ પેટ શોપ પણ ચલાવી શકાશે નહીં. 5 હજાર રૂપિયાની નોંધણી ફી સાથે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

વર્ષ 2020થી આ નોંધણી ફરજિયાત કરવામાં આવી હોવા છતાં રાજ્યમાં આ વ્યવસાય કરતા વેપારીઓ, વ્યક્તિઓએ તેમના ફર્મનું રજિસ્ટ્રેશન કરાવ્યું નહીં હોવાથી આકસ્મિક તપાસ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પેટ શોપ અને ડોગ બ્રિડીંગ એન્ડ માર્કેટીંગનો વ્યવસાય કરવા સ્થાનિક પ્રશાસન પાસેથી મેળવેલી મંજૂરી પણ રદ કરવાની કાર્યવાહી કરાશે.