Ahmedabad News/ કાંકરિયા ખાતે ફિલ્મ ફેર એવોર્ડને લઈને ટ્રાફિકને લઈને ડાયવર્ઝન અપાયું

ન્યુ ક્લોથ ચાર રસ્તા, વાણિજ્યભવન, અણુવ્રત સર્કલ સુધી પ્રતિબંધિત રૂટ રહેશે

Gujarat Ahmedabad

Ahmedabad News : કાંકરિયા એકા ક્લબ ખાતે 11.10.2025ના રોજ 70મો ફિલ્મ ફેર એવોર્ડ-2025 અંતર્ગત બપોરે 12થી કાર્યક્રમ પુરો ન થાય ત્યાં સુધી રૂટમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

જેમાં રૂટ નંબર16,17,128 ને સારંગપુરથી એસટી, ભુલાભાઈ પાર્ક, શાહઆલમ દરવાજાથી ડાબી તરફ ભૈરવનાથ થઈ જવાહર ચોકથી ડાબી બાજુ કૃષ્ણબાગ ચાર રસ્તાથી અસલ રસ્તે.

રૂટ નંબર 32,42,72 લાલદરવાજાથી એસટી, ભુલાભાઈ પાર્ક, શાહઆલમ દરવાજાથી ડાબી બાજુ ભૈરવનાથ થઈ જવાહર ચોકથી ડાબીબાજુ કૃષ્ણબાગ ચાર રસ્તાથી અસલ રસ્તે.

રૂટ નંબર 151, 151-3,151-4, 152,152 શ, 152-1 લાલદરવાજાથી એસટી, ભુલાભાઈ પાર્ક, શાહઆલમ દરવાજાથી ડાબી બાજુ ભૈરવનાથ થી જમણી બાજુ વળી મિલ્લતનગર પહેલા ડાબી બાજુ વળી હીરાબાઈ ટાવર, આવકાર હોલ થઈ હાટકેશ્વર ચાર રસ્તાથી અસલ રસ્તે.

જોકે રાયપુર ચાર રસ્તાથી જમણી બાજુ પારસી અગિયારીથી વ્યાયામ શાળા સુધી પ્રતિબંધિત રૂટ રહેશે.
રૂટ નંબર 31-1, 14-1,52-2,74,75,40-1, 160 લાલદરવાજાથી એસટી, ભુલાભાઈ પાર્ક, શાહઆલમ દરવાજાથી ડાબી બાજુ ભૈરવનાથથી જવાહર ચોકથી ડાબી બાજુ, કૃષ્ણબાગ ચાર રસ્તાથી અસલ રસ્તે.રૂટ નંૂબર 74 ભૈરવનાથતી અસલ રસ્તે.

રૂટ નંબર106,107,142,142 શ, 144, 144-1 સારંગપુરથી પાંચ કુવા, કાલુપુર સર્કલ, કાલુપુર બ્રિજથી શ્રીનગર મિલ થઈ ચાર તોડા કબ્રસ્તાન થઈ હાથીખાનાથી અસલ રસ્તે. શાહઆલમથી ટોલનાકાથી પુષ્પકુંજ સુધી પ્રતિબંધિત રૂટ રહેશે.

રૂટ નંબર 49,49-2, 136,143,143 શ, 148,148-1,149,149-1, 150 સારંગપુરથી પાંચ કુવા, કાલુપુર સર્કલ, કાલુપુર બ્રિજથી શારદાબેન હોસ્પિટલથી જમણી બાજુ રાયપુર મિલથી સાનેરિયા બ્લોક થઈ રખિયાલ ચાર રસ્તાથી અસલ રસ્તે. ન્યુ ક્લોથ ચાર રસ્તા, વાણિજ્યભવન, અણુવ્રત સર્કલ સુધી પ્રતિબંધિત રૂટ રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સરદાર સરોવર નર્મદા ડેમ 2017માં રાષ્ટ્રાર્પણ પછી 6 ઠ્ઠી વાર 138.68 મીટરની પૂર્ણ સપાટીએ છલકાયો…

આ પણ વાંચો:સરદાર યાત્રામાં નરેશ પટેલના પુત્ર શિવરાજના વિવાદાસ્પદ બોલ

આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની કર્મભૂમિ બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લીધ