Viral Video/ ટ્રાફિક પોલીસે ઓન ડ્યુટી કર્યો રજનીકાંતનાં અંદાજમાં ડાન્સ

એક ટ્રાફિક પોલીસ જે સ્ટાઈલ અને અંદાજથી પોતાની ફરજ બજાવી રહ્યો છે તે જોઈને લોકો દંગ રહી ગયા હતા. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેને વારંવાર જોઈ રહ્યા છે.

Videos
ટ્રાફિક પોલીસ

પ્રોફેશનમાં મસ્તી અથવા એક અલગ અંદાજ તમને અન્ય લોકોથી બિલકુલ જુદા બનાવે છે. સોશિયલ મીડિયામાં એવા ઘણા વીડિયો છે કે જેમા તમને લોકો પોતાના પ્રોફેશનમાં અલગ-અલગ એક્શનથી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે.

આ પણ વાંચો – Covid-19 / ભારતમાં સતત ઘટી રહ્યા છે કોરોનાનાં કેસ, આજે નોંધાયા માત્ર આટલા જ કેસ

સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યારે, શું જોવા મળશે, કંઈ કહી શકાય નહીં? કેટલીકવાર વસ્તુઓ એટલી રમુજી હોય છે કે તેને જોઈને ચહેરા પર સ્મિત આવી જાય છે. વળી, કેટલીક બાબતો પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. આવો જ એક વીડિયો આ દિવસોમાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં એક ટ્રાફિક પોલીસ જે સ્ટાઈલ અને અંદાજથી પોતાની ફરજ બજાવી રહ્યો છે તે જોઈને લોકો દંગ રહી ગયા હતા. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેને વારંવાર જોઈ રહ્યા છે. દરેક મનુષ્યમાં કંઈક અલગ અને વિશેષ કરવાની પ્રતિભા હોય છે. ઘણા લોકો બધાની સામે પ્રતિભા બતાવવામાં સક્ષમ હોય છે, જ્યારે કેટલાકને તક મળતી નથી. હવે જુઓ આ વાયરલ વીડિયો, કેવી રીતે એક અલગ અંદાજમાં ટ્રાફિક પોલીસ પોતાની ફરજ બજાવી રહ્યો છે. ક્યારેક તે વાહનોને હાથ બતાવીને આગળ વધવાનું કહે છે તો ક્યારેક કમર હલાવીને પાછળ જુએ છે. ટ્રાફિક પોલીસવાળાને જોઈને એવું લાગે છે કે તે ડાન્સ કરી રહ્યો છે. આલમ એ છે કે લોકો તેની સ્ટાઈલને ખૂબ પસંદ કરી રહ્યા છે.

https://www.instagram.com/reel/CXQyfX_lV88/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો – ભાવુક પળ / દિલીપ કુમારના 99માં જન્મદિવસ પર સાયરા બાનુ થયા ભાવુક, જુઓ કેવી રીતે ધર્મેન્દ્રએ સાંભળ્યા  

વીડિયો જોયા પછી તમે ચોક્કસ તમે પણ ડાન્સ કરવા લાગશો. આ ટ્રાફિક પોલીસની પ્રતિભાનું પરિણામ છે કે તેને જોઇને તમે પણ મનમાં ડાન્સ કરવા લાગો છો. આ ફની વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે. એટલું જ નહીં કેટલાક લોકોને પોલીસકર્મીની સ્ટાઈલ એટલી પસંદ આવી કે તેની સરખામણી સુપરસ્ટાર રજનીકાંત સાથે કરવામાં આવી રહી છે. આ વીડિયોને Instagram પર ‘official_viralclips’ નામથી શેર કરવામાં આવ્યો છે. તો તમને પોલીસ કર્મચારી કેવો લાગ્યો, કોમેન્ટ કરીને જરૂર જણાવો.