ટ્રેન દુર્ઘટના/ વડોદરામાં સર્જાયો ટ્રેન અકસ્માત, અનેક મુસાફરોના જીવ બચ્યા

નિઝામુદ્દીન અને પુણે ટ્રેન PWI ટ્રોલી સાથે અથડાઈ હતી. જેના ટ્રેન નંબર 19424 દર્શન એક્સપ્રેસ છે. આ અકસ્માત મક્કરપુરા અને વરણામાં વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

Gujarat Vadodara
અકસ્માત

વડોદરમાં ટ્રેન અકસ્માતની ઘટના સામે આવી રહી છે. મકરપુરા થી વરણામા વચ્ચે દર્શન એકસપ્રેસ PWI ની ટ્રોલી સાથે ટ્રેનની ટક્કર સર્જાઇ હતી. જોકે સદનસીબે કોઇ જાનહાનિ થઇ હતી. સવારના અંદાજે 10:30 વાગ્યાના અરસામાં બની છે. નિઝામુદ્દીન અને પુણે ટ્રેન PWI ટ્રોલી સાથે અથડાઈ હતી. જેના ટ્રેન નંબર 19424 દર્શન એક્સપ્રેસ છે. આ અકસ્માત મક્કરપુરા અને વરણામાં વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત થોડાક સમય માટે ટ્રેન વ્યવહાર બંધ કરાયા બાદ ફરીથી ટ્રેન વ્યવહાર શરૂ કરી દેવાયો છે. દર્શન એક્સપ્રેસ ટ્રેન રવાના કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો:એશિયા કપ પહેલા કોહલી માટે મોટા સમાચાર, ગ્રીમ સ્મિથે નિવેદનમાં જણાવ્યું કે…

આ પણ વાંચો:એકવાર મુંબઈમાં 26/11 જેવા આતંકી હુમલાની ધમકી, પાકિસ્તાનથી આવ્યો મેસેજ

આ પણ વાંચો:સાહિત્યસભા દ્વારા પ્રતિષ્ઠિત સંક્ષેપકાર મહેન્દ્ર મેઘાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ