પર્યાવરણ/ મંતવ્ય ન્યુઝના વૃક્ષા રોપણ અભિયાન હેઠળ રાવીન્દ્રા ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો,ધારાસભ્યએ વૃક્ષો વાવાની કરની અપીલ

મંતવ્ય ન્યૂઝની મુહિમને ચાણસ્મા વિધાસભા ધારાસભ્ય દીનેશજી ઠાકોર અને વન વિભાગના કર્મચારીઓની ઉપસ્થિતિમાં 500 રોપાનું વિતરણ કર્યુ.

Top Stories Gujarat
6 6 મંતવ્ય ન્યુઝના વૃક્ષા રોપણ અભિયાન હેઠળ રાવીન્દ્રા ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો,ધારાસભ્યએ વૃક્ષો વાવાની કરની અપીલ

મંતવ્ય ન્યૂઝની મુહિમને ચાણસ્મા વિધાસભા ધારાસભ્ય દીનેશજી ઠાકોર અને વન વિભાગના કર્મચારીઓની ઉપસ્થિતિમાં 500 રોપાનું વિતરણ કર્યુ.આજરોજ હારીજ તાલુકાના રાવીન્દ્રા ગામ પ્રાથમિક શાળા ખાતે વન વિભાગના કર્મચારીઓની ખાસ ઉપસ્થિતિમાં દીનેશજી ઠાકોરના વરદ હસ્તે વૃક્ષા રોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીનેશજી ઠાકોરે ગામ લોકોને રોપાનું વિતરણ કરી તેનું જતન કરવા અપીલ કરી હતી કાર્યક્રમમાં ધારાસભ્ય દીનેશજી ઠાકોર,તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણજી, સદસ્ય બળવંતજી,સદસ્ય લીલાજી,વાસુભાઈ દેસાઈ RFO નારણભાઇ દેસાઈ,ફોરેસ્ટ ગૌરવભાઈ,વન રક્ષક ભરતભાઇ નાડોદા, વિષ્ણુભાઈ ઠાકોર, શાળાના આચાર્ય, બાળકો, મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

ઉલ્લેખનીય છે પાંચ જૂને મંત્વય ન્યુઝના વૃક્ષા રોપણ અભિયાનની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરસ હસ્તે કરાવવામાં આવી હતી.વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો- આ સુત્ર આજે પૃથ્વી પરના પર્યાવરણની જાળવણી માટે જીવનમંત્ર બનાવવાની જરૂરીયાત વરણ સતત બદલાઈ રહ્યું છે અને વિવિધ પડકારોનો સામનો કરી રહ્યું છે જે તેની ટકાઉપણાને જોખમમાં મૂકે છે. આબોહવા પરિવર્તન, વન નાબૂદી, પ્રદૂષણ અને વસવાટનો વિનાશ એ કેટલીક સમસ્યાઓ છે જેનો પર્યાવરણને સામનો કરવો પડે છે.

જમીનનું ધોવાણ અટકાવવા માટે વૃક્ષો પણ મહત્વપૂર્ણ છે. તેમના મૂળ જમીનને લંગરવામાં મદદ કરે છે અને તેને વરસાદ અથવા પવનથી ધોવાઈ જતા અટકાવે છે. વૃક્ષો તેમના ખરી પડેલાં પાંદડાં અને ડાળીઓ દ્વારા જૈવિક પદાર્થો ઉમેરીને જમીનની ફળદ્રુપતા જાળવવામાં પણ મદદ કરે છે. તંદુરસ્ત ઇકોસિસ્ટમ જાળવવા માટે આ મહત્વપૂર્ણ છે, કારણ કે છોડ અને અન્ય જીવોના વિકાસ માટે ફળદ્રુપ જમીન જરૂરી છે.

રિર્પોટર- રવિ દરજી