હવામાન/ પાંચ દિવસમાં ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અનેક રાજ્યોમાં માવઠાની સંભવના

માર્ચમાં દેશ પર એક સાથે ત્રણ ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હાજરીએ વાતાવરણમાં મોટા ફેરફારના સંકેત આપી દીધાં છે. જેના કારણે આગામી એકથી બે દિવસમાં ઉત્તરભારતથી મધ્યભારત સુધી કમોસમી વરસાદ ઉપરાંત તાપમાનમાં ઘટાડો જોવા મળશે.
દેશ પર ટ્રિપલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પાંચ દિવસમાં ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અનેક રાજ્યોમાં માવઠાની સંભવના
અચાનક મોસમે બદલી કરવટ
દેશના અનેક રાજ્યોમાં માવઠું સંભવ
ઉ.ભારતમાં કરા પડવાની સંભાવના
મધ્ય ભારતમાં તાપમાનમાં થશે ઘટાડો
માર્ચના પહેલાં પખવાડિયામાં જ એક સાથે ત્રણ ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાનનો સડસડાટ ઉપર જતો પારો વિરામ લેશે તેવા એંધાણ દેખાઈ રહ્યાં છે. સૌથી વધુ અસર ઉ.ભારતમાં જોવા મળશે. ઉ.ભારતમાં કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને ઉત્તરાખંડમાં આ ડિસ્ટર્બન્સને લીધે જ બરફવર્ષા થવાની સંભાવના છે. જ્યારે કે મેદાની રાજ્યો હરિયાણા, પંજાબ, દિલ્હી, પશ્ચિમી ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ તેમજ રાજસ્થાનમાં 15મી માર્ચ સુધીમાં ગમે ત્યારે માવઠું થવાની સંભાવના છે. જેના કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાશે. ગુજરાતમાં પણ તેની આંશિક અસર જોવા મળી શકે છે. કાળઝાળ ગરમીથી મુક્તિ મળવાની સંભાવના છે.
હવામાન વિભાગનું કરા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તરના કેટલાંક રાજ્યો માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
ક્યાંક માવઠું થશે તો ક્યાંક ગરમી વધશે
દેશના બાકી હિસ્સામાં સામાન્ય રહેશે તાપમાન
કેન્દ્રીય હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે થનારી અસરોને બે ભાગમાં વહેંચી નાખી છે. જેમાં ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ તેમજ છત્તીસગઢ અને રાજસ્થાનના કેટલાંક હિસ્સામાં કરા પડવાનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે કે કાશ્મીર, લદ્દાખ અને પંજાબ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. જો કે મહત્વની વાત એ છે કે વાતાવરણના સામાન્ય પ્રવાહમાં વિક્ષેપ પડવાને લીધે આવનારા સપ્તાહમાં ગરમી સામાન્ય કરતાં ઓછી પડવાને બદલે 3થી 5 ડિગ્રી વધારે પડશે. જ્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કોઈ અસર નથી થવાની તેવા દેશના બાકીના હિસ્સામાં તાપમાન સામાન્ય રહેશે.

India
karang 12 પાંચ દિવસમાં ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અનેક રાજ્યોમાં માવઠાની સંભવના

માર્ચમાં દેશ પર એક સાથે ત્રણ ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હાજરીએ વાતાવરણમાં મોટા ફેરફારના સંકેત આપી દીધાં છે. જેના કારણે આગામી એકથી બે દિવસમાં ઉત્તરભારતથી મધ્યભારત સુધી કમોસમી વરસાદ ઉપરાંત તાપમાનમાં ઘટાડો જોવા મળશે.

અચાનક મોસમે બદલી કરવટ

દેશના અનેક રાજ્યોમાં માવઠું સંભવ

ઉ.ભારતમાં કરા પડવાની સંભાવના

મધ્ય ભારતમાં તાપમાનમાં થશે ઘટાડો

માર્ચના પહેલાં પખવાડિયામાં જ એક સાથે ત્રણ ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાનનો સડસડાટ ઉપર જતો પારો વિરામ લેશે તેવા એંધાણ દેખાઈ રહ્યાં છે. સૌથી વધુ અસર ઉ.ભારતમાં જોવા મળશે. ઉ.ભારતમાં કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને ઉત્તરાખંડમાં આ ડિસ્ટર્બન્સને લીધે જ બરફવર્ષા થવાની સંભાવના છે. જ્યારે કે મેદાની રાજ્યો હરિયાણા, પંજાબ, દિલ્હી, પશ્ચિમી ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ તેમજ રાજસ્થાનમાં 15મી માર્ચ સુધીમાં ગમે ત્યારે માવઠું થવાની સંભાવના છે. જેના કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાશે. ગુજરાતમાં પણ તેની આંશિક અસર જોવા મળી શકે છે. કાળઝાળ ગરમીથી મુક્તિ મળવાની સંભાવના છે.

હવામાન વિભાગનું કરા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તરના કેટલાંક રાજ્યો માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

ક્યાંક માવઠું થશે તો ક્યાંક ગરમી વધશે

દેશના બાકી હિસ્સામાં સામાન્ય રહેશે તાપમાન

કેન્દ્રીય હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે થનારી અસરોને બે ભાગમાં વહેંચી નાખી છે. જેમાં ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ તેમજ છત્તીસગઢ અને રાજસ્થાનના કેટલાંક હિસ્સામાં કરા પડવાનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે કે કાશ્મીર, લદ્દાખ અને પંજાબ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. જો કે મહત્વની વાત એ છે કે વાતાવરણના સામાન્ય પ્રવાહમાં વિક્ષેપ પડવાને લીધે આવનારા સપ્તાહમાં ગરમી સામાન્ય કરતાં ઓછી પડવાને બદલે 3થી 5 ડિગ્રી વધારે પડશે. જ્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કોઈ અસર નથી થવાની તેવા દેશના બાકીના હિસ્સામાં તાપમાન સામાન્ય રહેશે.

રેકોર્ડ બ્રેક રેલીઓ / ચૂંટણી પ્રચારના મોરચે મોદીએ અન્ય તમામ વડાપ્રધાનોને પાછળ રાખી દીધા