Ahmedabad/ નજીવી બાબતે થયેલી બોલાચાલીએ લીધુ ભયાનક સ્વરૂપ, ઉશ્કેરાયેલા ટોળાએ કર્યો આધેડ પર હુમલો

કેટલીકવાર નજીવી બાબત ગંભીર સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. શહેરનાં ગોમતીપુર વિસ્તારમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે…

Ahmedabad Gujarat
sssss 59 નજીવી બાબતે થયેલી બોલાચાલીએ લીધુ ભયાનક સ્વરૂપ, ઉશ્કેરાયેલા ટોળાએ કર્યો આધેડ પર હુમલો

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

કેટલીકવાર નજીવી બાબત ગંભીર સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. શહેરનાં ગોમતીપુર વિસ્તારમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે, જેમાં કચરો નાખવા જેવી સામાન્ય બાબત પર તકરાર થઇ અને ઉશ્કેરાયેલા ટોળાએ એક આધેડ પર કરી દીધો જીવલેણ હુમલો. જેના કારણે આધેડ વ્યક્તિ આજે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.

અમદાવાદ પૂર્વનુ ગોમતીપુર પોલીસનાં સકંજામાં ચારેય આરોપીઓ આવી ગયા છે. જેમણે એક આધેડ વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો. ભોગ બનનાર મોહમ્મદ હુસેનને આ આરોપીઓએ લોખંડનાં સળિયા વડે માથામાં ફટકા માર્યા અને ફરાર થઈ ગયા હતા. માથામાં ગંભીર ઇજા થવાથી  મોહમ્મદ હુસેનને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યા તે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. તો બીજી તરફ પોલીસે હુમલામાં સામેલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભોગ બનનાર વ્યક્તિનાં માથા પર ગંભીર ઈજા થવાના કારણે ગોમતીપુર પોલીસે હત્યાનો પ્રયત્ન કરવાનો ગુનો દાખલ કરી આરોપીઓને જેલનાં સળિયા પાછળ ધકેલી દીધા છે. અને વાતમાં ઘટનાની હકીકત જાણવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ઘટનાની જો વિગતવાર વાત કરવામાં આવે તો, વાસી ઉતરાયણનાં દિવસે કચરો નાખવા જેવી નજીવી બાબતે ફરિયાદી અને આરોપીઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. પરંતુ જોત જોતામાં સામાન્ય બાબતે ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું અને ફરિયાદીનાં સંબંધી મોહમ્મદ હુસેનનાં માથામાં લોખંડની પાઇપ વડે ફટકા માર્યા અને આરોપીઓ ફરાર થઈ ગયા. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે મોકલી આપ્યા હતા. બીજી તરફ હુમલો કરવામા આઠ જેટલા આરોપીઓ સામેલ હોવાનું બહાર આવ્યું હતું. જેમાંથી પોલીસે ગણતરીનાં કલાકોમાં ચાર આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓને પકડવા માટે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે. ઝડપાયેલા આરોપીઓ સામે અગાઉ કોઈ ગુના દાખલ છે કે કેમ તે જાણવા માટે પણ પોલીસ સક્રીય થઈ છે.

હાલ તો હત્યાનાં પ્રયત્નમાં સંડોવાયેલા ચાર આરોપીઓ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ઝડપાઈ ગયા છે. અને અન્ય આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ આ ઘટના પરથી એક બાબત એ ફલિત થાય છે કે નજીવી બાબતે થયેલી તકરારમાં ક્યારેક ગંભીર પરિણામ ભોગવવું પડે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો