અમદાવાદ/ જજીસ બંગલોમાં રહેતા 6 IAS માટે સર્જાઈ શકે મુશ્કેલી, બંગલા પરત લેવા હાઈકોર્ટ રજીસ્ટ્રાર જનરલે સરકારને પત્ર લખ્યો

શહેરના જજીસ બંગલોમાં રહેતા 6 IAS માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. IAS ઓફિસરોએ બહુ જલદી સરકારે ફાળવેલ બંગલો ખાલી કરવો પડી શકે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 06 29T095015.044 જજીસ બંગલોમાં રહેતા 6 IAS માટે સર્જાઈ શકે મુશ્કેલી, બંગલા પરત લેવા હાઈકોર્ટ રજીસ્ટ્રાર જનરલે સરકારને પત્ર લખ્યો

Ahmedabad News: શહેરના જજીસ બંગલોમાં રહેતા 6 IAS માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. IAS ઓફિસરોએ બહુ જલદી સરકારે ફાળવેલ બંગલો ખાલી કરવો પડી શકે. હાઈકોર્ટ રજીસ્ટ્રાર જનરલે જજીસ બંગલામાં રહેતા 6 IASના બંગલા પરત લેવા સરકારને પત્ર લખ્યો છે. સરકારે ફાળવેલ બંગલા ખાલી કરવાનું આવતા 6 IAS અધિકારીઓએ તાત્કાલિક ધોરણે નવું ઘર ભાડે લેવુ પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

IAS અધિકારીઓ બંગલા ખાલી કરશે

જણાવી દઈએ કે અમદાવાદમાં જજીસ બંગલો વિસ્તાર બોડકદેવમાં આવેલ છે. આ વિસ્તારમાં જજીસના બંગલા હોવાથી તેને જજીસ બંગલો તરીકે ઓળખાય છે. 2009માં હાઈકોર્ટના જજીસ માટે બોડકદેવમાં 20 જેટલા બંગલાઓનું નિર્માણ કરાયું હતું. જેના બાદ હાઈકોર્ટના જજીસ અંહી રહે છે. જો કે આ બંગલાઓમાંથી 7 બંગલા હાઈકોર્ટે જ સિનિયરકક્ષાના IAS અધિકારીઓને ફાળવ્યા હતા. પરંતુ હાલમાં 28મે 2024ના રોજ હાઈકોર્ટ બિલ્ડીંગ કમિટિની બેઠક મળી હતી જેમાં IASના ફાળવવામાં આવતા બંગલાઓ પરત લેવાનો નિર્ણય કરાયો. જેના અનુસંધાને હાઈકોર્ટ રજીસ્ટ્રાર જનરલે રાજ્ય સરકારના સચિવને પત્ર લખી IAS અધિકારીઓ બંગલા ખાલી કરી પરત કરે તેનું સૂચન કરાયું.

orig 03 1719619732 જજીસ બંગલોમાં રહેતા 6 IAS માટે સર્જાઈ શકે મુશ્કેલી, બંગલા પરત લેવા હાઈકોર્ટ રજીસ્ટ્રાર જનરલે સરકારને પત્ર લખ્યો

અધિકારીઓ માટે આ સ્થાનો છે વિકલ્પ

હાઈકોર્ટ બિલ્ડીંગ કમિટિએ 11થી 17 નંબરના બંગલા પરત લેવાનો નિર્ણય કરતા અધિકારીઓએ કેમ્પના હનુમાન, નવરંગપુરા પાસેની સરકારી વસાહત અથવા ગાંધીનગરમાં શિફ્ટ થવું પડશે. માતા-પિતા અને પરિવાર સાથે રહેતા IAS અધિકારીઓને અચાનક બંગલા ખાલી કરવાનું કહેતા મુશ્કેલી સર્જાઈ શકે છે. કારણ કે અધિકારીઓએ આ વિસ્તારની આસપાસ જ તેમના બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હશે. અને હવે અચાનક બંગલો ખાલી કરતા બાળકોને મુશ્કેલી પડી શકે છે તેવા સંજોગોમાં તેમણે આ વિસ્તારમાં ભાડે ઘર લેવું પડશે.

અઠવાડિયામાં જવાબ આપવા જણાવ્યું

હાઈકોર્ટ રજિસ્ટ્રાર જનરલે બંગલા ખાલી કરાવવાને લઈને સચિવને લખેલ પત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે સરકાર આ બાબતને પ્રાયોરિટીમાં લઈ અઠવાડિયાની અંદર જવાબ આપે. જો આમ થશે તો અધિકારીઓએ તાત્કાલિક ધોરણે બંગલા ખાલી કરવા પડશે. આ અધિકારીઓમાં મુકેશ કુમાર (પ્રિન્સિપલ સેક્રેટરી) અને મોના ખંધાર (પ્રિન્સિપલ સેક્રેટરી) બંગલા નં.12 અશ્વિનિ કુમાર (પ્રિન્સિપલ સેક્રેટરી) બંગલા નં.13 સુદિક્ષા રાની (આઈઆરએસ) બંગલા નં.14 ખાલી (રિટાયર્ડ આઇપીએસ અનિલ પ્રથમે ખાલી કર્યો) બંગલા નં.15 અનુપમ આનંદ (કમિશનર ઓફ લેબર) બંગલા નં.16 ખાલી બંગલા નં.17 હારીત શુક્લા (પ્રિન્સિપલ સેક્રેટરી)નો સમાવેશ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ

આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો

આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો