ગુજરાત/ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલો, BJPના પદાધિકારીઓની થશે પૂછપરછ

TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે પદાધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે. અગ્નિકાંડ મામલે 6 કોર્પોરેટરો સહિત BJPના પદાધિકારીઓની પૂછપરછ કરવામાં આવી શકે.

Top Stories Rajkot
Beginners guide to 2024 06 05T154238.777 TRP ગેમઝોન અગ્નિકાંડ મામલો, BJPના પદાધિકારીઓની થશે પૂછપરછ

રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે પદાધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે. અગ્નિકાંડ મામલે 6 કોર્પોરેટરો સહિત BJPના પદાધિકારીઓની પૂછપરછ કરવામાં આવી શકે. ગેમઝોન અગ્રિકાંડે રાજ્યમાં ઉહાપોહ મચાવ્યો છે. આ અગ્નિકાંડમાં 27 લોકો જીવત ભૂંજાયા. અગ્રિકાંડ બાદ રાજ્યભરમાં તપાસનો ધમધમાટ અને બદલીઓનો દોર શરૂ થયો હતો. અગ્રિકાંડ મામલામાં બેદરકારી બદલ ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. સમગ્ર મામલામાં સરકાર તરફથી જ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં NOC,BU પરમિશન અને મંજૂરી જેવી બાબતોને લઈને ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેના બાદ વિવિધ એકમોને સીલ કરવામાં આવ્યા.

રાજકોટ અગ્નિકાંડ મામલાએ તુલ પકડતા હવે પદાધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે. અગ્નિકાંડમાં 6 કોર્પોરેટરો સહિત BJPના પદાધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવી શકે. આ મામલે SIT સામે પદાધિકારીઓના નામ લખાવ્યાની માહિતી સામે આવી છે. ગઈકાલે 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામોએ સૌને ચોંકાવી દીધા. ભાજપના 400 પારના નારા પર બ્રેક વાગતા NDAએ 292 બેઠક પર જીત મેળવી. જ્યારે INDIA 235 બેઠકો પર જીત નોંધાવી. ચૂંટણીના પરિણામો બાદ રાજકોટ અગ્નિકાંડની કાર્યવાહી વધુ તેજ બનતા કડક કાર્યવાહી કરતા અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી શકે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 8 જૂને થઇ શકે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ, મોદી ત્રીજી વખત બનશે PM

આ પણ વાંચો:નાયડુએ કહ્યું- નિશ્ચિંત રહો, નીતિશે કહ્યું, સરકાર ચોક્કસ બનશે

આ પણ વાંચો: આજે NDA અને INDIAની બેઠક, એક જ ફ્લાઈટમાં નીતીશ-તેજશ્વી, જુઓ ફોટો