ટોરોન્ટોઃ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત પર મૂકેલા આરોપમાં પોતે જ ફસાઈ ગયા છે. તેમના દાવાને બ્રિટિશ કોલંબિયાના પ્રીમિયર ડેવિડ એબીએ Trudeau trapped જ ફગાવી દીધો છે.
ડેવિડ એબેએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે તેઓ નિરાશ છે કે હરદીપ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી અંગે તેમને જે માહિતી આપવામાં આવી હતી તે તમામ ઓપન સોર્સ માહિતી હતી. એટલે કે આ બધી માહિતી ઇન્ટરનેટ પર પહેલેથી જ ઉપલબ્ધ છે. ડેવિડ એબીનું આ નિવેદન એટલા માટે પણ મહત્વનું છે કારણ કે કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરે શહેરમાં Trudeau trapped હરદીપ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી.
કેનેડાની સંસદમાં બોલતા જસ્ટિન ટ્રુડોએ હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. જેને ભારતે સંપૂર્ણપણે નકારી કાઢ્યું છે. જુલાઈ 2023માં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને ઠાર કરવામાં આવ્યો હતો.
કેનેડિયન સિક્યુરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ નક્કર માહિતી Trudeau trapped પ્રદાન કરવામાં અસમર્થ છે. ડેવિડ એબીએ વધુમાં કહ્યું કે, “કેનેડિયન સિક્યોરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ (CSIS) પાસેથી મને મળેલી માહિતીને ઓપન ઈન્ફોર્મેશન બ્રીફિંગ અથવા ઓપન સોર્સ બ્રીફિંગ કહેવામાં આવે છે.
આ તે માહિતી છે જે ઈન્ટરનેટ પર પહેલાથી જ ઉપલબ્ધ છે. સંસદમાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિવેદન આપતા પહેલા મને આ અંગે માહિતી આપી હતી. તેમણે મને કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ તરફથી એક બ્રીફિંગ ઓફર કરી હતી. આ બ્રીફિંગમાં CSISની બ્રીફિંગ સામેલ હતી, જે ઓપન સોર્સ માહિતી હતી.”
તેમણે વધુમાં કહ્યું કે મેં CSIS ના ડાયરેક્ટર પાસેથી આ વિશે વધુ નક્કર માહિતીની માંગ કરી હતી, પરંતુ તેઓ અમને નક્કર માહિતી આપવામાં અસમર્થ હતા. આ કારણોસર મેં મારી નિરાશા પણ વ્યક્ત કરી હતી.
આ પણ વાંચોઃ Canada/ ભારત પર આરોપ લગાવી ચારેબાજુથી ઘેરાયા કેનેડાના પીએમ ટ્રુડો
આ પણ વાંચોઃ Sanatan Dharma/ સનાતન ધર્મ વિવાદ, વધુ એક નેતાએ ઉદયનિધિ સ્ટાલિનનો બચાવ કર્યો
આ પણ વાંચોઃ સારા સમાચાર/ નર્મદા નદીના પૂરથી પાકને થયેલા નુકસાન મામલે સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર, જાણો કોને મળશે લાભ
