World News : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. ટ્રમ્પે બુધવારે તેમના માર-એ-લાગો રિસોર્ટમાં એક નિવેદનમાં ઝેલેન્સકીને સરમુખત્યાર કહ્યા. આ કારણે બંને નેતાઓ વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. અગાઉ ઝેલેન્સકીએ કહ્યું હતું કે ટ્રમ્પ ખોટી માહિતી સાથે ગેરસમજમાં જીવી રહ્યા છે. ઝેલેન્સકીનું આ નિવેદન ટ્રમ્પના આરોપના જવાબમાં આવ્યું છે.
હકીકતમાં ટ્રમ્પે મંગળવારે કહ્યું હતું કે યુક્રેનમાં ઝેલેન્સકીનું અપ્રવલ રેટિંગ ઘટીને માત્ર 4% થઈ ગયું છે. બુધવારે અમેરિકન રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ મૂકી હતી. આ પોસ્ટમાં તેમણે ઝેલેન્સકીને એક નાના હાસ્ય કલાકાર અને ચૂંટણી વિનાના સરમુખત્યાર તરીકે વર્ણવ્યા હતા. ઝેલેન્સકીએ બુધવારે યુક્રેનની રાજધાની કિવમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણીનો જવાબ આપ્યો હતો.

યુરોપિયન દેશોએ અને કેનેડા ઝેલેન્સકીના સમર્થન કર્યું
યુરોપિયન નેતાઓ ઝેલેન્સકીના સમર્થનમાં બહાર આવ્યા છે અને તેમને સરમુખત્યાર ગણાવ્યા છે. જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે કહ્યું કે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની લોકશાહી કાયદેસરતાને નકારવી એ સંપૂર્ણપણે ખોટું અને ખતરનાક હતું. જર્મન વિદેશ મંત્રી એનાલેના બેરબોકે પણ ટ્રમ્પના નિવેદનને વાહિયાત ગણાવ્યું છે. બ્રિટિશ PM કીર સ્ટારમરે પણ ઝેલેન્સકીને ફોન કરીને પોતાનો ટેકો દર્શાવ્યો. વડાપ્રધાન કાર્યાલય અનુસાર, સ્ટાર્મરે કહ્યું કે યુદ્ધ દરમિયાન ચૂંટણી મુલતવી રાખવી બિલકુલ યોગ્ય હતી. સ્વીડિશ વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસનએ પણ ટ્રમ્પની ટીકા કરી છે. કેનેડાના PM જસ્ટિન ટ્રુડો પણ ઝેલેન્સકીના સમર્થનમાં બહાર આવ્યા છે. તેમણે X પર પોસ્ટ કરી અને લખ્યું કે કેનેડા હંમેશા યુક્રેનના સમર્થનમાં ઉભું રહેશે.
અમેરિકાને ખનિજો ન આપવા બદલ ટ્રમ્પ ગુસ્સે
ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે વધતા વિવાદનું એક મુખ્ય કારણ યુક્રેનના ખનિજ ભંડાર પણ છે. હકીકતમાં ટ્રમ્પે યુદ્ધમાં મદદના બદલામાં યુક્રેન પાસેથી ખનિજ ભંડાર સામગ્રીની માંગણી કરી હતી. આ ડીલ હેઠળ અમેરિકાએ યુક્રેન પાસેથી ગ્રેફાઇટ, લિથિયમ અને યુરેનિયમ સહિત તમામ ખનિજ ભંડારમાં 50% હિસ્સો માંગ્યો હતો. ટ્રમ્પની આ માંગણીને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ નકારી કાઢી હતી.
Zelensky cannot claim to represent the will of the people of Ukraine unless he restores freedom of the press and stops canceling elections! https://t.co/bg2SEJgT47
— Elon Musk (@elonmusk) February 19, 2025
યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિલંબને લઈને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે , એલોન મસ્કે પણ ચૂંટણી યોજવા માટે પોતાનો ટેકો વ્યક્ત કર્યો. મસ્કે ગૃહયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુએસ ચૂંટણીઓ પર પ્રકાશ પાડતી એક પોસ્ટનો જવાબ આપ્યો, જેમાં કહ્યું કે ઝેલેન્સકી ચૂંટણીઓ યોજ્યા વિના યુક્રેનિયન લોકોનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરી શકતા નથી. “ઝેલેન્સ્કી યુક્રેનના લોકોની ઇચ્છાનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરી શકતા નથી જ્યાં સુધી તે પ્રેસની સ્વતંત્રતા પુનઃસ્થાપિત ન કરે અને ચૂંટણી રદ કરવાનું બંધ ન કરે!” મસ્કે કહ્યું.
આ પણ વાંચો: અમેરિકામાં આર્મીમાં હવે ટ્રાન્સજેન્ડર્સની ભરતી નહીં કરાય, કેમ લીધો ટ્રમ્પે આવો નિર્ણય…
આ પણ વાંચો: ટ્રમ્પે ચીન સાથે સરહદ વિવાદ રોકવા માટે ભારતને ઓફર આપી, જવાબ મળ્યો ‘જરૂર નથી’
આ પણ વાંચો: ભારત પર શું થશે અસર, ટ્રમ્પે શા માટે ટેરિફ લાદવાનો નિર્ણય લીધો?
