Bharuch News/ ભરૂચના કંથારીયા ગામે ઘરમાં ટ્યુશન ચલાવતી શિક્ષિકા બની રાક્ષસ

બાળકને તવેથો ચોંટાડ્યો હોવાની પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી છે.

Top Stories Gujarat Others

Bharuch News : ભરૂચના કથારિયા ગામમાં ધરમાં ટ્યુશન ક્લાસ ચલાવતી મહિલાની હરકતને લઈને ભારે હોબાળો મચ્યો છે. જેમાં શિક્ષિકાએ ટ્યુશનમાં આવતો 9 વર્ષીય બાળકના ગાલ પર ગરમ ગરમ તબેથો ચોંટાડી દેતા ગાલ નિશાન પડીગયું હતું. જેમાં બાળકને ગાલ પર તવેથો કેમ ચોંટાડ્યો તેમ કહેવા જતા ઉલ્ટા ચોર કોટવાલ કો દાટે તેઓ ઘાટ ઉભો કરી હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

બાળકો મસ્તી મજાક કરતા હોવાની અદાવતે શિક્ષિકાએ નિર્દોષ બાળકના ગાલ પર ગરમ તવેથો ચોંટાડી દીધો હતો. માતા લોકોના ઘર કામ કરી બાળકને ટ્યુશન ક્લાસમાં મૂક્યો અને શિક્ષિકાએ ગંભીર પ્રકારનું કૃત્ય કર્યું હતું. શિક્ષિકા અને તેના પરિવારે હુમલાનો પ્રયાસ કર્યો હોઈ અને બાળકને તવેથો ચોંટાડ્યો હોવાની પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી છે.

તપાસમાં ઘરમાં ટ્યુશન ચલાવતી ખાનગી ટ્યુશનની શિક્ષિકા પૂનમ વસાવાએ બાળકને ગરમ તવેથો ચોટાડ્યો હોવાનું બહાર આવ્યું છે. 9 વર્ષના બાળક રાહુલ પઢિયારના ડાબા ગાલ ઉપર ગરમ તવેથો ચોંટાડી દેતા નિશાન પડી ગયું હતું. આ શિક્ષિકા પૂનમ વસાવા માત્ર 10મુ નાપાસ હોવા છતાં ટ્યુશન કેવી રીતે ચલાવતી હતી તે પણ તપાસનો વિષય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મંજૂરી માટે શહેરમાં 66 ગરબા આયોજકોએ અરજી કરી, એકપણ આયોજકને પોલીસે મંજૂરી આપી નથી

આ પણ વાંચો:કેમ યુવાનોમાં વધ્યું ‘OG મંડલી’નું આકર્ષણ?, પારંપારિક ગરબામાં..

આ પણ વાંચો:વડોદરામાં સગીરા પર દુષ્કર્મ, વિધર્મીએ 12 સાયન્સની વિદ્યાર્થીનીને ગરબા રમવા કર્યું દબાણ