Not Set/ UP: હોટલના રુમ ખોલીને જોયું તો એકસાથે 12 છોકરીઓ અને 11 યુવકો વાંધાજનક હાલતમાં ઝડપાયા

ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઈડામાંથી એક ખૂબ જ આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે. યુપી પોલીસે ડેનકૌરમાં ચીતી ગામ નજીક ક્રાઉન પ્લાઝા હોટલ ખાતે ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી કુલ 23 લોકોની ધરપકડ કરી હતી, જેમાં 12 યુવતીઓ અને 11 યુવકોનો સમાવેશ થાય છે. આશ્ચર્યની વાત એ છે કે, સેક્સ રેકેટમાં ઝડપાયેલી 12 છોકરીઓમાંથી 3 […]

India
sex racket UP: હોટલના રુમ ખોલીને જોયું તો એકસાથે 12 છોકરીઓ અને 11 યુવકો વાંધાજનક હાલતમાં ઝડપાયા

ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઈડામાંથી એક ખૂબ જ આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે. યુપી પોલીસે ડેનકૌરમાં ચીતી ગામ નજીક ક્રાઉન પ્લાઝા હોટલ ખાતે ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી કુલ 23 લોકોની ધરપકડ કરી હતી, જેમાં 12 યુવતીઓ અને 11 યુવકોનો સમાવેશ થાય છે.

આશ્ચર્યની વાત એ છે કે, સેક્સ રેકેટમાં ઝડપાયેલી 12 છોકરીઓમાંથી 3 યુવતીઓ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હોટલમાં ઘણા સમયથી સેક્સ રેકેટ ચાલતું હતું. હોટલની આસપાસ રહેતા લોકોએ અનેક વખત પોલીસમાં ફરિયાદ પણ કરી હતી.

UP: सेक्स रैकेट में पकड़ी गई 12 लड़कियों में 3 ग्रेजुएशन की छात्राएं

જંગલમાં લઇ જઇ કથિત રુપથી કર્યો બળાત્કાર, બાદમાં આરોપીઓએ બાળકીને તેના ઘર નજીક ફેંકી દીધી..

નક્કર માહિતી મળ્યા બાદ એસીપી બ્રજાનંદન રાય કોટવાલી પ્રભારીએ હોટલમાં પહોંચી રેડ કરી હતી. પોલીસે હોટલના સંચાલકની અટકાયત કરી અને રૂમ ખોલવાનું શરૂ કર્યું. ઓરડો ખોલ્યા પછી અંદરનો નજારો જોઇને પોલીસની નજર પણ શરમથી નીચે નમી ગઈ. પોલીસે હોટલના રુમમાંથી અનેક પ્રકારની દવાઓ અને વાંધાજનક સામગ્રી જપ્ત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નોઇડા, દનકૌર, સિકંદરાબાદ અને બુલંદશહેરના મોટાભાગના યુવકો દનકૌરની આ હોટલમાં આવતા અને રંગરેલિયા મનાવતા હતા.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ચીતી ગામ નજીક આવેલી ક્રાઉન પ્લાઝા હોટલ 2014થી કાર્યરત છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે દરોડા દરમિયાન પોલીસને અહીંથી કોઈ ખાવાનું પીવાનું મળ્યું ન હતું. પોલીસે જણાવ્યું કે, છેલ્લા કેટલાક મહિનાથી હોટલમાં વેશ્યાગીરીનો ધંધો હતો. આ સમગ્ર મામલામાં સ્થાનિક પોલીસની કામગીરી અંગે પણ સવાલો ઉભા થયા છે. તો ડીસીપી આર.કે.સિંઘે 1 હેડ કોન્સ્ટેબલ, 4 કોન્સ્ટેબલ અને એક ડ્રાઇવરની પણ પૂછપરછ કરી છે. આ તમામ સિવાય ચોકી ઈન્ચાર્જ વિરુદ્ધ કાર્યવાહી પણ કરી શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે હોટલમાં ચાલતું આ સેક્સ રેકેટ પોલીસની માહિતી સાથે ચાલતું હતું.