અતુલ સંગ રિંકી અને પિંકી/ જોડિયા બહેનો એક જ વ્યક્તિના પ્રેમમાં પડી, ધામધૂમથી કર્યા લગ્ન, વીડિયો વાયરલ

લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુઝર્સ પૂછી રહ્યા છે કે આ લગ્ન માન્ય છે કે નહીં? એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને જોડિયા બહેનો પિંકી અને રિંકી આઈટી એન્જિનિયર છે.

Ajab Gajab News Trending
જોડિયા બહેનો

મહારાષ્ટ્રના સોલાપુરમાં લગ્નનો એક અનોખો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે અહીં બે જોડિયા બહેનોએ એક જ યુવકને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યો અને તેની સાથે લગ્ન કર્યા. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના મલશિરસ તાલુકામાં શુક્રવારે આઈટી એન્જિનિયર જોડિયા બહેનો એ લગ્ન કર્યા હતા.

બીજી તરફ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુઝર્સ પૂછી રહ્યા છે કે આ લગ્ન માન્ય છે કે નહીં? એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને જોડિયા બહેનો પિંકી અને રિંકી આઈટી એન્જિનિયર છે અને મુંબઈમાં કામ કરે છે. બંને બહેનોએ અતુલ નામના યુવક સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. બંને બાળપણથી એક જ ઘરમાં સાથે રહેતી હતી  અને ભવિષ્યમાં બંને સાથે રહેવા માંગતી હતી.

ત્યારે જ તેમના જીવનમાં અતુલનો પ્રવેશ થયો. અતુલ તાલુકાનો રહેવાસી છે. અને તેનો મુંબઈમાં ટ્રાવેલ એજન્સીનો બિઝનેસ છે. થોડા દિવસો પહેલા પિતાનું અવસાન થતાં છોકરીઓ તેમની માતા સાથે માલશિરસ તાલુકામાં રહેવા લાગી હતી.

પ્રેમ આ રીતે વધ્યો

એકવાર જ્યારે રિંકી અને પિંકીની માતા બીમાર પડી ત્યારે બંનેએ તેને હોસ્પિટલ લઈ જવા માટે અતુલની કારનો ઉપયોગ કર્યો હતો. દરમિયાન અતુલ બંને જોડિયા બહેનોની નજીક આવ્યો હતો. ત્યારબાદ બંને બહેનોએ અતુલ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. લગ્ન બાદ ત્રણેય આ લગ્નથી ખૂબ જ ખુશ છે.

પરિવાર તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો, સ્થાનિક પોલીસ પણ તપાસ કરી રહી છે

વરરાજા અતુલ મલશિરસ તાલુકાનો રહેવાસી છે. તેમનો મુંબઈમાં ટ્રાવેલ એજન્સીનો બિઝનેસ છે. થોડા દિવસો પહેલા પિતાના અવસાન બાદ આ યુવતીઓ તેમની માતા સાથે રહેતી હતી. એકવાર જ્યારે રિંકી અને પિંકીની માતા બીમાર પડી ત્યારે બંનેએ તેને હોસ્પિટલ લઈ જવા માટે અતુલની કારનો ઉપયોગ કર્યો હતો. દરમિયાન અતુલ બંને જોડિયા બહેનોની નજીક આવ્યો હતો.

શુક્રવારે બંને બહેનોએ અતુલ સાથે લગ્ન કર્યા હતા, જે બાદ આ અનોખા લગ્નનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, હાલ સ્થાનિક પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે, જો કે આ અનોખા લગ્ન અંગે પરિવારજનો તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

આ પણ વાંચો:PM મોદીના હસ્તે થશે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન

આ પણ વાંચો:ગમે તે જીતે હાર્દિક હારવો જોઈએ….મતદાન પહેલા પોસ્ટર વોર

આ પણ વાંચો:થરાદ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતના સમર્થકોની ગુંડાગર્દી? જાણીતા ડો.કરશન પટેલને આપી જાનથી મારી નાંખવાની ધમકી