Not Set/ ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લઇને ટ્વિટરની મુશ્કેલીમાં વધારો, દિલ્હી પોલીસે મોકલી નોટિસ

ભારતમાં માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરની મુશ્કેલીઓ વધી રહી છે. હવે તેની વિરુદ્ધ દિલ્હીમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી કન્ટેન્ટને લઇને કેસ નોંધાયો છે. ભારતમાં ‘કાનૂની સુરક્ષા’ સમાપ્ત થયા બાદ ટ્વિટર સામે આ ચોથો કેસ છે.

Top Stories Tech & Auto
11 116 ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લઇને ટ્વિટરની મુશ્કેલીમાં વધારો, દિલ્હી પોલીસે મોકલી નોટિસ

ભારતમાં માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરની મુશ્કેલીઓ વધી રહી છે. હવે તેની વિરુદ્ધ દિલ્હીમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી કન્ટેન્ટને લઇને કેસ નોંધાયો છે. ભારતમાં ‘કાનૂની સુરક્ષા’ સમાપ્ત થયા બાદ ટ્વિટર સામે આ ચોથો કેસ છે. આ કેસ ટ્વિટર વિરુદ્ધ આઈટી અને પોસ્કો એક્ટ હેઠળ નોંધવામાં આવેલ છે.

11 117 ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લઇને ટ્વિટરની મુશ્કેલીમાં વધારો, દિલ્હી પોલીસે મોકલી નોટિસ

વધુ એક ઝટકો / લ્યો! હવે દૂધમાંય ઉભરો, અમુલે લિટર દીઠ 2 રૂપિયા વધાર્યા, આવતીકાલથી વધારો લાગુ

ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની સંસદીય સમિતિએ નવા આઇટી નિયમો અંગે સરકાર સાથે ચાલી રહેલા ઝગડા વચ્ચે કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદ અને કોંગ્રેસનાં નેતા શશી થરૂરને તેમના એકાઉન્ટ બંધ કરવા અંગે બે દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ (એનસીપીસીઆર) ની ફરિયાદનાં આધારે, દિલ્હી પોલીસનાં સાયબર સેલે ટ્વિટર ઈન્ડિયા સામે એફઆઈઆર નોંધી છે.

એનસીપીસીઆર એ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, બાળકો સહિતની પોર્નોગ્રાફી કન્ટેન્ટ ટ્વિટર પર સતત પોસ્ટ કરવામાં આવી રહી છે. આ મામલે અગાઉ ફરિયાદ કરનાર એનસીપીઆરએ દિલ્હી પોલીસ અને દિલ્હી પોલીસ અધ્યક્ષને એક પત્ર લખ્યો છે. એનસીપીસીઆર સાયબર સેલનાં વરિષ્ઠ અધિકારીને તેની સમક્ષ હાજર થવા આદેશ આપવામાં આવ્યો છે.

11 118 ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લઇને ટ્વિટરની મુશ્કેલીમાં વધારો, દિલ્હી પોલીસે મોકલી નોટિસ

કોવિડ -19 રસીકરણ ના નિયમો / ખાનગી હોસ્પિટલોની સીધી રસી ખરીદી પર કેન્દ્રએ લગાવ્યો પ્રતિબંધ, કેન્દ્ર દર મહિને સ્ટોક મર્યાદા નક્કી કરશે

અગાઉ, ગાઝિયાબાદનાં લોનીમાં એક વૃદ્ધ મુસ્લિમ વ્યક્તિને માર મારતો એક વીડિયો વાયરલ થતાં ટ્વિટર પર કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ધરપકડની તલવાર ટ્વિટર ભારતનાં વડા મનીષ મહાશ્વરી પર લટકી છે. જોકે, કર્ણાટક હાઇકોર્ટે મહેશ્વરીને ધરપકડથી રાહત આપી છે. કર્ણાટક હાઈકોર્ટથી મળેલી મહેશ્વરીની આ રાહતને યુપી પોલીસે ટોચની કોર્ટમાં પડકાર આપ્યો છે.  આ ઉપરાંત યુપીના બુલંદ શહેરમાં મહેશ્વરી વિરુદ્ધ ટ્વિટર પર ભારતનો ખોટો નકશો બતાવવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. આ જ આરોપમાં તેમની વિરુદ્ધ મધ્યપ્રદેશમાં કેસ નોંધવામાં આવ્યો છે. આઇટી નિયમો અનુસાર ટ્વિટર ભારતમાં તેની ફરિયાદ નિવારણ પ્રણાલી માટે અધિકારીઓની નિમણૂક કરી શક્યું નથી. આઇટીનાં નવા નિયમોને લઈને સરકાર અને તેમના વચ્ચે ઘર્ષણ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. ત્યારે જોવાનુ રહેશે કે ટ્વિટરની વધી રહેલી મુશ્કેલીઓથી તેેને રાહત મળશે કે કેમ?

Footer 2 ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લઇને ટ્વિટરની મુશ્કેલીમાં વધારો, દિલ્હી પોલીસે મોકલી નોટિસ