રેકેટનો પર્દાફાશ/ મહારાષ્ટ્રમાં ક્રાઇમ બ્રાન્ચની રેડમાં સેક્સ રેકેટ ઝડપાયું બે અભિનેત્રીઓની ધડપકડ

મહામારી અને લોકડાઉનના પગલે લોકોના કામ ધંધા અને રોજગાર પર ઘણી જ ગંભીર અસર પડી છે. ખાસ કરીને ફિલ્મ અને ટીવી સીરીયલ સાથે જોડાયેલાં લોકો બેકાર જ બની ગયા છે. કેટલાંક નાના-મોટા કલાકારો બેકાર બનતા પોતાનો ખર્ચો કાઢવા માટે ગેરકાયદે વ્યવસાયમાં જોડાય ગયા છે. ત્યારે મહારાષ્ટ્રના થાણેમાં ક્રાઈમ બ્રાંચના યુનિટ-1એ દરોડા પાડી સેક્સ વર્ક કરતી […]

India
IMG 20210603 174458 મહારાષ્ટ્રમાં ક્રાઇમ બ્રાન્ચની રેડમાં સેક્સ રેકેટ ઝડપાયું બે અભિનેત્રીઓની ધડપકડ

મહામારી અને લોકડાઉનના પગલે લોકોના કામ ધંધા અને રોજગાર પર ઘણી જ ગંભીર અસર પડી છે. ખાસ કરીને ફિલ્મ અને ટીવી સીરીયલ સાથે જોડાયેલાં લોકો બેકાર જ બની ગયા છે. કેટલાંક નાના-મોટા કલાકારો બેકાર બનતા પોતાનો ખર્ચો કાઢવા માટે ગેરકાયદે વ્યવસાયમાં જોડાય ગયા છે. ત્યારે મહારાષ્ટ્રના થાણેમાં ક્રાઈમ બ્રાંચના યુનિટ-1એ દરોડા પાડી સેક્સ વર્ક કરતી બે અભિનેત્રીઓને ઝડપી લીધી છે. થાણેના પાચપાખડી વિસ્તારમાં પાડેલા એક દરોડામાં સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટના સ્થળેથી બે એક્ટ્રેસ, બે મહિલા એજન્ટ એક પુરૂષ દલાલ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા શખ્સની ઓળખ સુનિલા ઉર્ફે વિશાલ ઉત્તમચંદ જૈન (42 વર્ષ) ગોરેગાંવ નિવાસી, હસીના ખાલીદ મેમણ (45 વર્ષ) મુંબ્રાની રહેવાસી અને એપાર્ટમેન્ટની માલિક સ્વીટી ચડ્ડા (47 વર્ષ)ક્રાઈમ બ્રાંચના અધિકારીએ જણાવ્યું કે થાણે ક્રાઈમ બ્રાંચ યુનિટ-1ની ટીમને મળેલી જાણકારીના આધારે દરોડા પાડી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે.

બંને અભિનેત્રી મુંબઈમાં એક મોટા સેક્ટ રેકેટ એજન્ટના સંપર્કમાં હતી, પરંતુ વેશ્યાવૃતિ માટે તેઓએ થાણે શહેરની પસંદગી કરી હતી કેમકે તેઓને અહીં પોલીસથી એટલો ડર ન હતો. પરંતુ તેમ છતાં પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.

એક રાતની કિંમત દલાલો દ્વારા ગ્રાહકો પાસેથી 2 લાખ રૂપિયા માગવામાં આવી હતી અને 1 લાખ 80 હજાર સૌદો નક્કી થયો હતો. નક્કી કરેલ સમયે બંને અભિનેત્રીઓ થાણેથી પાચપાખડી વિસ્તારના નટરાજ સોસાયટીમાં આવી. ઠીક તે સમયે જ પૂર્વ સુચના મુજબ ક્રાઈમ બ્રાંચ યુનિટ-1ના સીનિયર ઈન્સ્પેક્ટરે રેડ કરી દીધી હતી.

પકડાયેલી બંને અભિનેત્રી પાસે લોકડાઉનમાં કામ ન હતું. નાણાકીય સંકટમાંથી બહાર નીકળવા માટે તેઓ વેશ્યાવૃતિ સાથે જોડાઈ ગઈ હતી. લોકડાઉનને પગલે હાલ ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રી સંપૂર્ણપણે ઠપ છે, એવામાં કલાકારોની પાસે કામની ઉણપ છે. પોલીસનું કહેવું છે કે આ એક હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ છે, જેની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. પકડાયેલા લોકોની પૂછપરછ કરીને તેની સાથે જોડાયેલાં લોકો સુધી પહોંચવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.