Rajkot News : કોટનની ગાંસડીના બિલ મંજુર કરાવવા માટે એક વ્યક્તિ પાસેથી 7 લાખની લાંચ લેનારા રાજકોટ બ્રાંચ, ઉના-ખાંભા સેન્ટ્રલના કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સિનિયર કોમર્શિયલ ઓફીસર મહેશ બી. બિરલાની ACBના અધિકારીઓએ ધરપકડ કરી હતી.
આ કેસની વિગત મુજબ ફરિયાદીના કોટનની ગાંસડીના બીલ મંજુર કરવાના સિનિયર કોમર્શિયલ ઓફિસર મહેશ બિરલાએ રૂ.7,00,000ની ગેર કાયદેસર લાંચની માંગણી કરી હતી. જ્યારે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના મલ્ટી ટાસ્ક સ્ટાફ દિવ્યેશ એન.સાગઠીયાને પહોંચાડવા કહ્યું હતું. બીજીતરફ ફરીયાદી લાંચની રકમ આપવા માગતાં ન હોવાથી ફરીયાદીએ ગીર સોમનાથ એ.સી.બી.પો.સ્ટે.નો સંપર્ક કર્યો હતો.
જેમાં ફરીયાદને આધારે ઉના,જી.ગીર સોમનાથ ખાતે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોપી મહેશ બિરલાની તેમના નિવાસ સ્થાનેથી એ.સી.બીએ ધરપકડ કરી હતી. તેમજ દિવ્યેશ સાગઠીયા સ્થળ પર પકડાઇ ગયો હતો.
આ પણ વાંચો:વડોદરા પુલ ધરાશાયી: જો સ્થાનિક લોકો મદદ માટે ન આવ્યા હોત તો મૃત્યુઆંક વધુ હોત
આ પણ વાંચો:LIVE: ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 10 લોકો મોતને ભેટ્યા,મૃતકોની યાદી આવી સામે
આ પણ વાંચો:ગંભીરા બ્રિજ જ નહીં રાજ્યમાં આવી અનેક દુર્ઘટના રાહ જોઈને હજી ઊભી છે
