Not Set/ ખંભાત અને સુરતમાં જુથ અથડામણો, બે મોત, સાત ઘાયલ – એકની હાલત નાજુક

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જુથમાં ગુુનાખોરી કરવાનો ટ્રેન્ડ વઘી રહ્યો છે. પછી તે ઘટના, મોબ લિન્ચની હોય કે જુથ અથડામણની હોય કે ટોળા દ્વારા કોઇ એકલ દોકલને માર મારવાની હોય, ભલે વાંક ગમે તેનો હોય પણ ટોળાનાં દિમાગ નથી હોતો તે કહેવત જેમ વિશ્વ વિખ્યાત છે, તેમ ટોળા દ્વારા કરવામાં આવતા હુમલાઓ સમાજમાં ઉંડી અસરો […]

Top Stories Gujarat Surat Others
group clash e1566817570488 ખંભાત અને સુરતમાં જુથ અથડામણો, બે મોત, સાત ઘાયલ - એકની હાલત નાજુક

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જુથમાં ગુુનાખોરી કરવાનો ટ્રેન્ડ વઘી રહ્યો છે. પછી તે ઘટના, મોબ લિન્ચની હોય કે જુથ અથડામણની હોય કે ટોળા દ્વારા કોઇ એકલ દોકલને માર મારવાની હોય, ભલે વાંક ગમે તેનો હોય પણ ટોળાનાં દિમાગ નથી હોતો તે કહેવત જેમ વિશ્વ વિખ્યાત છે, તેમ ટોળા દ્વારા કરવામાં આવતા હુમલાઓ સમાજમાં ઉંડી અસરો છોડવાની સાથે સાથે ઘાતક પરિણામો પણ લઇ આવે છે. આવી જ બે જુદી જુદી ઘટનામાં બે લોકોનાં મોત નિપજ્યા છે, તો સાત લોકો ઘયલ થયા છે, ઘાયલોમાં પણ એકની હાલત ગંભીર માનવામાં આવી રહી છે.

ખંભાતના ઉંદેલ ગામે બે કોમ વચ્ચે જૂથ અથડામણ

group clash1 ખંભાત અને સુરતમાં જુથ અથડામણો, બે મોત, સાત ઘાયલ - એકની હાલત નાજુક

એક ઘટનામાં ખંભાતના ઉંદેલ ગામે બે કોમ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. અથડામણમાં બે લોકોના મોત નીપજ્યા છે. તો 1 વ્યક્તિની હાલત હાલ ગંભીર છે, જ્યારે બીજા બે વ્યક્તિની સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું સામે આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બે કોમ વચ્ચે ક્યા કારણો સર અથડામણ થઈ તે હજુ જાણી શકાયું નથી. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

સુરત ઓલપાડના માસમા ગામ નજીક જાહેરમાં બે જુથ બાખળ્યા

group clash3 ખંભાત અને સુરતમાં જુથ અથડામણો, બે મોત, સાત ઘાયલ - એકની હાલત નાજુક

બીજી ઘટનામાં ચાર મિત્રો પર તલવાર અને હોકી વડે હુમલો કરવામાં આવ્યો હતો. સુરત ઓલપાડના માસમા ગામ નજીક જાહેરમાં કેટલાક અજાણ્યા ઈસમોએ ચાર મિત્રો પર તલવાર અને હોકી વડે હુમલો કરી ફટકારતા લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. 10-12 જણાનાં હાથે ઘવાયેલા ચારેય મિત્રોને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાતા એકને દાખલ કરાયો હતો. ચારેય મિત્રો ઉપર હુમલા પાછળનું કારણ જૂની અદાવત હોવાનું બહાર આવ્યું હતું. બન્ને જુથ કોસાડ આવાસના રહેવાસી અને શ્રાવણના છેલ્લા સોમવારે મહાદેવના દર્શન માટે મળસ્કે સિદ્ધનાથ મહાદેવના મંદિરે જવા નીકળ્યા હતા. જો કે, ઘટના બાદ ઓલપાડ પોલોસને મોડેથી જાણ કરાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.