Panchmahal News: પંચમહાલના (Panchmahal) મોરવા હડફના ભંડોઈ ગામે વીજ કરંટ (Electric shock) લાગતા બાઈક સવાર ત્રણ યુવાનોના મોત થયા છે. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બે સગા ભાઈ અને એક ભાણીયાનું અકાળે મોત નિપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
પંચમહાલ જીલ્લાના ભંડોઈ ગામે મેથાણથી ભંડોઈ જતાં માર્ગ ઉપર વળાંકમાં ત્રી ફેઈઝ વીજ લાઈનનો વાયર તૂટી પડ્યો હતો જેના સંપર્કમાં બાઇક આવી જતાં ઘટના બની હતી. બે દિવસ અગાઉ જ યુવકો બહાર ગામ મજૂરી કામે ગયા હતા ત્યાંથી ઘરે પરત આવી પોતાના સબંધીને ત્યાં ડાંગર લણવાની મદદ કરવા ગયા હતા ત્યાંથી પરત ફરતી વેળાએ ઘટના બની હતી.
રાત્રીના દોઢ વાગ્યાના અરસામાં ઘટના બની હોવા ઉપરાંત જીવંત વીજ પ્રવાહ વાળો વીજ વાયર હોવાથી ત્રણેય યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મોરવા હડફના ભંડોઇ ગામે વીજકંપનીની બેદરકારીથી ત્રણના મોત થયા છે, ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં ચૂડાના કોરડા ગામે વીજળી પડતા યુવાનનું ઊંઘમાં જ મોત
આ પણ વાંચો:અમરેલીમાં ખેત મજુરો પર આભ ફાટ્યું, વીજળી પડતા 5 લોકોના મોત
આ પણ વાંચો:કુદરતનો અનોખો કહેર… વીજળી પડતા જ એક પુરુષની બંને પત્નીઓનાં મોત
