Not Set/ બે દિવસ પછી હતા લગ્ન અને પ્રેમીને મળવા ગઇ હોટલમાં, પોલીસે દરોડો પાડી કરી ધરપકડ

ઉત્તર પ્રદેશનાં દેવરિયાથી એક અજીબો-ગરીબો ઘટના સામે આવી છે. જ્યા એક હોટલમાંથી પોલીસે દરોડા પાડી લગભગ 27 પુરુષો અને 29 મહિલાઓની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા અચાનક કરવામાં આવેલી એક્શન પર ગભરાઇ ગયેલા કપલ્સે તેમના હાથ જોડ્યા અને પગે પણ લાગી માફી માગી અને કહ્યુ કે, અમારી ભૂલ થઇ ગઇ હવે આવુ નહી થાય, આગળથી […]

India
002 1560846051 1 બે દિવસ પછી હતા લગ્ન અને પ્રેમીને મળવા ગઇ હોટલમાં, પોલીસે દરોડો પાડી કરી ધરપકડ

ઉત્તર પ્રદેશનાં દેવરિયાથી એક અજીબો-ગરીબો ઘટના સામે આવી છે. જ્યા એક હોટલમાંથી પોલીસે દરોડા પાડી લગભગ 27 પુરુષો અને 29 મહિલાઓની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા અચાનક કરવામાં આવેલી એક્શન પર ગભરાઇ ગયેલા કપલ્સે તેમના હાથ જોડ્યા અને પગે પણ લાગી માફી માગી અને કહ્યુ કે, અમારી ભૂલ થઇ ગઇ હવે આવુ નહી થાય, આગળથી અમે આ બાબતે ધ્યાન રાખીશું, અમને આ વખતે જવા દો. કપલ્સનાં આટલુ કહ્યા બાદ પણ પોલીસે તેમની એક ન સાંભળી. આ યુવક-યુવતીઓમાં એક યુવતીની સાથે પૂછપરછ કરતા તેણે જણાવ્યુ કે, મારા બે દિવસ પછી લગ્ન છે. જે સાંભળી પોલીસ પણ ચોંકી ગઇ હતી.

હોટલમાં ગયેલા આ કપલ્સ પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડાને જોઇ ઘણા ડરી ગયા હતા. સુત્રોનું કહેવુ છે કે, પોલીસને જોઇ ઘણા તો તેમના પગે પડી ગયા અને અમને જવા દો, અમારા ઘરે ખબર પડશે તો અમે કોઇને મોંઢુ નહી બતાવી શકીએ કહી પોલીસને કગરવા લાગ્યા હતા. જો કે પોલીસ દ્વારા તેમની વાત ન સાંભળતા તેમની ધરપકડ કરી હતી. એક રિપોર્ટ મુજબ આ પહેલા દેવરિયા શહેરનાં સ્ટેશન રોડ પર આવેલી હોટલોમાં કેટલાક કપલ્સ પકડાયા હોવાનું સામે આવ્યુ હતુ. સુત્રોનું કહેવુ છે કે, અહી આવેલી ઘણી હોટલોમાં યુવક-યુવતીઓ પાસેથી કોઇ પણ આઇ કાર્ડ માંગવામાં આવતા નથી અને તેમના સરળતાથી હોટલાનાં રૂમ આપી દેવામાં આવે છે.

અહીયા હોટલોમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓથી ત્રાસી ગયેલા સ્થાનિકોએ પોલીસને આ વિશે ફરિયાદ પણ કરી હતી. પરંતુ તેમના દ્વારા ધ્યાન ન અપાતા તેઓએ એસપીને ફરિયાદ કરી હતી. સ્થાનિકો દ્વારા એસપીને ફરિયાદ કરવામાં આવ્યા બાદ સ્થાનિક પોલીસ એક્શનમાં આવી અને સોમવારનાં રોજ હોટલોમાં રેડ પાડી યુવક-યુવતીઓની ધરપકડ કરી હતી.

પોલીસની ઝપટમાં આવેલા યુવક-યુવતીઓમાં એક યુવતીએ પોલીસને ચોંકાવનારી વાત કહી હતી. તેણે કહ્યું કે મારા બે દિવસ પછી લગ્ન થવાના છે. લગ્ન પહેલા તેણે પોતાના પૂર્વ પ્રેમીને મળવાનું વચન આપ્યું હતું એટલે તે તેને મળવા માટે આવી હતી. પોલીસની ઝપટમાં આવેલા યુવક-યુવતીઓમાં ઘણા લગ્નેત્તર સંબંધો ધરાવતા હોવાનું પણ સુત્રોએ દ્વારા માહિતી મળી છે. પોલીસનાં દરોડા બાદ કેટલાક એકબીજાને પતિ-પત્ની તો કેટલાક સંબંધો બગડશે એવા કારણો આપી પોલીસ સામે માફી આપી છોડવા માટે કગરતા રહ્યા હતા. પરંતુ પોલીસે સખ્ત રહી યુવક-યુવતીઓ સાથે પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.