હવામાન/ રાજ્યમાં બે દિવસ હિટવેવની આગાહી, આગામી બે દિવસ પડશે આકરી ગરમી

ગુજરાત રાજ્યમાં વધુ બે દિવસ માટે હિત વેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં બે દિવસ આકરી ગરમી પડશે.

Top Stories Gujarat
Untitled 15 5 રાજ્યમાં બે દિવસ હિટવેવની આગાહી, આગામી બે દિવસ પડશે આકરી ગરમી
  • રાજ્યમાં બે દિવસ હિટવેવની આગાહી
  • આગામી બે દિવસ પડશે આકરી ગરમી
  • બનાસકાંઠા,સુરેન્દ્રનગર,કચ્છમાં હિટવેવની આગાહી
  • રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં નોંધાઈ
  • અમદાવાદમાં તાપમાન 42.2 ડિગ્રી નોંધાયું
  • ભૂજ અને ગાંધીનગરમાં 41 ડિગ્રીને પાર

ગુજરાત રાજ્યમાં વધુ બે દિવસ માટે હિટ વેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં બે દિવસ આકરી ગરમી પડશે. તો બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અને કચ્છમાં હિતવેવની આગાહી કરવામાં આવી છે. તો રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદ ખાતે પાઇ રહી છે. અંહી તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર  કરી ગયો છે.  ગુજરાત સહીત દેશભરમાં ગરમીનો હાહાકાર છે. ત્યારે આગામી દિવસોમાં ગરમીથી શેકાવા માટે તૈયાર રહેજો. રાજ્યમાં આગ ઝરતી ગરમીનો અહેસાસ કરવો પડશે.

જો કે, માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીનો પ્રકોપ યથાવત છે. એપ્રિલ મહિનામાં ગુજરાતના મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડીગ્રી વટાવી ગયો હતો. શનિવારથી તાપમાનમાં થોડો ઘટાડો થતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી રહી છે. અને હવે 16-17 અપ્રિલના રોજ હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા ત્રણ ચાર દિવસથી દક્ષિણ-પશ્રિમ દિશામાંથી ભેજવાળા પવન ફુંકાતા હતા. હવે ઉતર દિશામાંથી જમીન પરના પવન ફુંકાઇ રહ્યા હોવાથી તાપમાનમાં વધારો થયો છે. હીટવેવથી બચવા દ્વારા તંત્ર દ્વારા લોકોને પણ તડકામાં કામ વગર બહાર ન જવાની સલાહ આપવામાં આવી છે.

અમદાવાદમાં ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે ત્રણ દિવસ અમદાવાદમાં 44 ડિગ્રી પારો રહેશે. અમદાવાદમાં સામાન્ય રીતે મે માસમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થતો હોય છે. પરંતુ આ વખતે એપ્રિલમાં જ ગરમી નવા રેકોર્ડ સર્જવાના મૂડમાં હોય તેમ જણાય છે. જે આગામી દિવસોમાં અમદાવાદ સહીત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડશે.

ગુડ ફ્રાઈડે 2022 /ભગવાન ઈસુના વધસ્તંભનું કારણ શું હતું, જુઓ ગુડ ફ્રાઈડે અને બ્લેક ફ્રાઈડે વચ્ચેનો તફાવત…