દારૂની રેલમછેલ/ પાટડી રણાસર તળાવ પાસેથી વિદેશી દારૂની 1419 બોટલો સાથે બે મોંઘી ગાડીઓ ઝડપાઇ

@ સચિન પીઠવા, સુરેન્દ્રનગર   પાટડી રણાસર તળાવ પાસેથી વિદેશી દારૂની 1419 બોટલો સાથે બે મોંઘી ગાડીઓ ઝડપાઇ   સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂ, બે ગાડી અને મોબાઇલ મળી કુલ રૂ. 16,91,300નો મુદામાલ સાથે એક શખ્સને ઝબ્બે કર્યો : બે આરોપીઓ ફરાર   સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ સહિતના પોલિસ સ્ટાફે બાતમીના આધારે દરોડા […]

Gujarat
IMG 20210701 WA0149 e1625156006394 પાટડી રણાસર તળાવ પાસેથી વિદેશી દારૂની 1419 બોટલો સાથે બે મોંઘી ગાડીઓ ઝડપાઇ

@ સચિન પીઠવા, સુરેન્દ્રનગર

 

પાટડી રણાસર તળાવ પાસેથી વિદેશી દારૂની 1419 બોટલો સાથે બે મોંઘી ગાડીઓ ઝડપાઇ

 

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂ, બે ગાડી અને મોબાઇલ મળી કુલ રૂ. 16,91,300નો મુદામાલ સાથે એક શખ્સને ઝબ્બે કર્યો : બે આરોપીઓ ફરાર

 

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ સહિતના પોલિસ સ્ટાફે બાતમીના આધારે દરોડા પાડી પાટડી રણાસર તળાવ પાસેથી વિદેશી દારૂની 1419 બોટલો સાથે બે મોંઘી ગાડીઓ ઝડપી પાડી હતી. પોલિસે આ દરોડામાં વિદેશી દારૂ, બે ગાડી અને મોબાઇલ મળી કુલ રૂ. 16,91,300નો મુદામાલ સાથે એક શખ્સને ઝબ્બે કર્યો હતો. જ્યારે બે આરોપીઓ ફરાર થઇ ગયા હતા.

 

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ ડી.એમ.ઢોલ સહિતના પોલિસ સ્ટાફે અગાઉથી મળેલી બાતમીના આધારે પાટડી ફુલકી રોડ પર રણાસર તળાવ ત્રણ રસ્તા પાસે દારૂ અંગેનો દરોડો પાડ્યો હતો. જેમાં આરોપી વિષ્ણુજી સોમાજી મકવાણા (ઠાકોર) ઉંમર વર્ષ- 42, રહે-સીતાપુર, તા.માંડલ, જી.અમદાવાદને ગ્રાન્ડ આઇટેન ગાડી નં. GJ-38-BA-2550 વાળી ગાડીમાં વિદેશી દારૂની નાની બોટલો (ચપલા) નંગ- 669, કિંમત રૂ. 66,900 તથા આરોપી જમનાભાઇ મારવાડી ઉર્ફે પટેલ, રહે- રાણીવાડા, જી.જાલોર (રાજસ્થાન)ની ક્રેટા ગાડી નંબર GJ-18-BK-5935વાળી ગાડીમાં નાની બોટલો નંગ- 606, કિંમત રૂ. 1,05,000 તથા બીયર ટીન નંગ- 144, કિંમત રૂ. 14,400 મળી કુલ રૂ. 1,86,300 તથા આઇટેન ગાડી કિંમત રૂ. 5,00,000 અને ક્રેટા ગાડી કિંમત રૂ. 10,00,000 તથા મોબાઇલ નંગ- 1, કિંમત રૂ. 5,000 મળી કુલ રૂ. 16,91,300ના મુદામાલ સાથે વિષ્ણુજી સોમાજી મકવાણા પકડાઇ ગયો હતો.

જ્યારે જમનાભાઇ મારવાડી અંધારાનો લાભ લઇ નાશી છુટ્યો હતો. જ્યારે આરોપી રાકેશભાઇ દશરથભાઇ ઠાકોર ( રહે-વંદે માતરમ સોસાયટી, પાટડી ) રેડ દરમિયાન મળી ના આવતા ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ પાટડી પોલિસ ચલાવી રહી છે. આ કેસની વધુ તપાસ પાટડી પીએસઆઇ જે.બી.મીઠાપરા ચલાવી રહ્યાં છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના આ દરોડામાં પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ વી.આર.જાડેજા, નરેન્દ્રસિંહ, જુવાનસિંહ, હિતેષભાઇ અને અનિરુદ્ધસિંહ સહિતનો પોલિસ સ્ટાફ સાથે હાજર હતો.