રાજકોટ/ શહેરમાં અનેક જગ્યાએ ઈંડાની રેંકડીઓ પર કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરાઈ

જાહેરમાં લાયસન્સ વગર ઈંડા કે નોનવેજ વેચનાર લારીઓને જપ્ત કરી અને કડક કાર્યવાહી કરવામાં આવશે

Gujarat Rajkot
Untitled 251 શહેરમાં અનેક જગ્યાએ ઈંડાની રેંકડીઓ પર કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરાઈ

વડોદરા, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, સુરત, જામનગર અને દ્વારકા ઈંડા અને નોનવેજની લારીઓ રસ્તાઓ પરથી હટાવવાના નિર્ણય થી લારીઓ વાળાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.  જાહેરમાં લાયસન્સ વગર ઈંડા કે નોનવેજ વેચનાર લારીઓને જપ્ત કરી અને કડક કાર્યવાહી કરવામાં આવશે. જાહેરમાં નોનવેજ લાયસન્સ વગર વેચી ન શકાય જેથી તેઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. તે મુજબ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલા અભિયાન હેઠળ આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના કાલાવડ રોડ, 150 ફૂટ રીંગ રોડ અને મહિલા કોલેજ અંડરબ્રિજ પર ઈંડાની રેંકડી તથા અન્ય ખાદ્યચીજોની રેંકડીઓ પર ધોંસ બોલાવવામાં આવી હતી.

આ પણ વાંચો ;ધર્માંતરણ મામલો / ભરૂચના પ્રવિણને સલમાન બન્યા બાદ હવે મળી રહી છે ધમકી,

અલગ અલગ 39 સ્થળે ચેકિંગ હાથ ધરી 7 વેપારીઓને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ ફટકારી 17 કિલો વાસી બ્રેડના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. માધાપર ચોકડી પાસેના એસ.ટી. બસ સ્ટેશન પાછળ ભગવતી ટી-સ્ટોલમાંથી લુઝ પ્રિપેડ ચા અને રિલાયન્સ મોલમાંથી સાગર પ્યોર ઘીના નમૂનો લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચો ;અમદાવાદ /  અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે,વધુ એક ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો

આ  ઉપરાંત બુખારી આમલેટમાંથી 6 કિલો વાસી બ્રેટના જથ્થાનો નાશ કરાયો હતો. માધાપર ચોકડીએ કિસ્મત આમલેટ સેન્ટરમાંથી વાસી બ્રેડ, સીનજી હોસ્પીટલ સામે શાહીન આમલેટમાંથી 4 કિલો વાસી બ્રેડ, એ-1 આમલેટમાંથી 2 કિલો વાસી બ્રેડ, અલીફ આમલેટમાંથી 3 કિલો વાસી બ્રેડના જથ્થાનો નાશ કરાયો હતો. જ્યારે રૈયારોડ પર અંડરબ્રિજ પાસે રોનક પાન એન્ડ ટીને લાયસન્સ અંગે નોટિસ ફટકારવામાં આવી હતી આ ઉપરાંત રોશની પાન, મોમાઈ ટી-સ્ટોલ, રૈયા રોડ પર શ્રીનાથજી ટ્રેડર્સ, હનુમાન મઢી ચોકમાં જલારામ પાર્લરને ફૂડ લાયસન્સ અંગે નોટિસ આપવામાં આવી છે.