dipado/ ઘોઘંબાનાં કાંટાવેડા-ગોયાસુંડલ ગામે ખુંખાર દિપડાનાં હુમલામાં બે કિશોરનાં મોત.

પંચમહાલ જીલ્લાનાં ઘોઘંબા તાલુકાના કાંટાવેડા તેમજ ગોયાસુંડલ ગામે ખુંખાર દિપડાએ આતંક વહેર્યો હોવાની ધટના સામે આવતા સમગ્ર પંથકમાં હાહાકાર સાથે ભયનો માહોલ છવાઇ ગયા હોવાનું જોવામાં આવી રહ્યું છે.  

Gujarat Others
dipado ઘોઘંબાનાં કાંટાવેડા-ગોયાસુંડલ ગામે ખુંખાર દિપડાનાં હુમલામાં બે કિશોરનાં મોત.

@ મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ  – પંચમહાલ

પંચમહાલ જીલ્લાનાં ઘોઘંબા તાલુકાના કાંટાવેડા તેમજ ગોયાસુંડલ ગામે ખુંખાર દિપડાએ આતંક વહેર્યો હોવાની ધટના સામે આવતા સમગ્ર પંથકમાં હાહાકાર સાથે ભયનો માહોલ છવાઇ ગયા હોવાનું જોવામાં આવી રહ્યું છે.

વિગતવાર વાત કરવામાં આવે તો પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલા ગ્રામીણ વિસ્તારમાં દિપડાઓ ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારમાં ઘુસી આવાને કારણે હુમલાઓની ઘટના બનતી રહે છે. તેના કારણે અહીના સ્થાનિક ગ્રામવાસીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીના વિસ્તારોમાં દીપડાઓ ઘરમાં ધસ્સી આવી માનવ વસ્તી પર આવીને હુમલો કરે છે. ઢોર ચરાવતા ગોવાળો પર પણ હુમલો કરે છે. અને કઇંક આવી જ ઘટના ઘટવા પામી હતી, જેમાં બે-બે કિશોરનો ભોગ લેવાયો છે.

ઘોંઘબા તાલુકાનું કાંટાવેડા ગામ જંગલને અડીને આવેલુ છે. આ ગામમાં રહેતો કિશોર મેહુલભાઇ નાયક જંગલમાં બકરા ચરાવવા ગયા હતા. અચાનક જંગલમાંથી આવીને દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. દિપડાનાં હુમલાને કારણે ઝખમો પડી જતા કિશોર લોહીલુહાણ થઈ ગયા હતા. બનાવની જાણ પરિવારજનો અને ગ્રામવાસીઓને થતા તેઓ બનાવ સ્થળે પહોચ્યા હતા. વનવિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોચી હતી. કિશોરના મોતને પગલે ગ્રામજનોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.

દિપડા દ્વારા એક જ દિવસમાં હુમલાનાં બીજા બનાવને પણ અંજામ આપવામાં આવ્યો હોય, તેવી રીતે બીજો બનાવ ગોયાસુંડલ ગામે બન્યો હતો. જેમાં નિલેશ નામનો કિશોર પોતાના ઘરની બહાર રમતો હતો. તેજ સમયે દિપડાએ હુમલો કરી નિલેશ બારીયાને ઝાડીમાં ખેંચી ગયો હતો. જયા નિલેશનું મરણ થયુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા વાવકુંડલી ગામે દીપડાએ કિશોરને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

જો કે, દિપડાનાં આતંકનો અંત આ ઘટનાઓ બાદ પણ આવ્યો નથી. ત્યાર બાદ મોડી સાંજે ખુંખાર દીપડાએ ગોયાસુડલ ગામે પાંચ વર્ષના બાળક ને તેની માતાના ખોળા માંથી ખેંચી જઈ હુમલો કરી તેને પણ મોતને ઘાટ ઉતાર્યો હતો ઘોઘંબા તાલુકામાં એક જ દિવસમાં માનવ પક્ષી દીપડાના ત્રણ હુમલામાં બે બાળકોના મોત થતા જિલ્લા કલેકટર સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આ માનવભક્ષી દિપડાના વધુ હુમલાથી માનવ વસ્તીને બચાવવા વનવિભાગ દ્વારા દીપાડા ને પકડવા માટે અલગ અલગ જગ્યા પર 7 જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા છે તેમજ 40 જેટલા વન કર્મચારીઓ અલગ અલગ દિશા માં તપાસ હાથધરી રહ્યા છે, જોકે ભય અને દહેશત ની વચ્ચે દીપડા થી બચાવવા માટે લોકજાગૃતિ પણ વનવિભગ કરી રહયું છે તેમજ દીપડાનું લોકેશન મેળવવા તેમજ પકડવા માટે ની તજવીજ હાથ ધરવા માં આવી રહી છે. ત્યારે જોવાનું રહ્યું કે દીપડો ક્યારે પકડાય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…