અકસ્માત/ ખંભાતના વટામણ બ્રિજ પર ટ્રકે બાઇકને ટકકર મારતાં બેનાં મોત,1 ઇજાગ્રસ્ત

વટામણ બ્રિજ પર અકસમાત થતાં બેનાં મોત

Gujarat
accident ખંભાતના વટામણ બ્રિજ પર ટ્રકે બાઇકને ટકકર મારતાં બેનાં મોત,1 ઇજાગ્રસ્ત

ખંભાતના વટામણ બ્રિજ ઉપર બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં 2 યુવાનના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે, જ્યારે 1 યુવકની હાલત ગંભીર છે.ખંભાત તાલુકાના ભીમ તળાવ ગામના 3 યુવાનો પોતાના બાઈક ઉપર વટામણ બ્રિજ પાસેથી પસાર થતા હતા. આ દરમિયાન પુરપાટ ઝડપે સામેથી આવતી ટ્રકે ત્રણે બાઇક પરના યુવાનો ઉપર ટ્રક ફેરવી દેતા 2 બાઇક સવારોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવાનની તબિયત ગંભીર જણાતા તેને વટામણ 108ની ટીમ દ્વારા તાત્કાલીક તારાપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ખંભાત તાલુકાના ભીમ તળાવ ગામના 3 યુવાનો રાઠોડ રણજીત કકુભાઈ ઉંમર વર્ષ 20 રાઠોડ દર્શન કનુભાઈ ઉંમર વર્ષ 19 અને ચૌહાણ વિષ્ણુ દાનુભાઈ ઉંમર વર્ષ 18 પોતાના બાઇક પર વટામણ બ્રિજ ઉપરથી પસાર થતા હતા. આ દરમિયાન સામેથી આવતી ટ્રક નંબર જીજે 14 એકસ 0700ના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક બાઇક ઉપર ચડાવી દેતા બાઈકનો કચ્ચરઘાણ થઈ ગયો હતો.  બાઇક અને ટ્રક અકસ્માતમાં 2 લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે એકની હાલત સ્થિર છે. જેથી તેમને સારવાર અર્થે તારાપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.પોલીસ સત્વરે ઘટના સ્થળે પહોચીને બચાવ કામમાં લાગી હતી.પોલીસે ટ્રક ચાલક વિરૂદ્વ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.