ગુજરાત રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. આ દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા હોય છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. આવામાં અમદાવાદ લીંબડી હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં બે લોકોના કરુણ મોત નીપજ્યાં છે જયારે 10 થઈ વધુ લોકો ઘાયલ થયા છે. મુસાફરો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનાને પગલે લીંબડી પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઇવે ઉપર સવારે પાંચ વાગ્યે મુંબઈ થી પોરબંદર તરફ જઇ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ નો અકસ્માત ટ્રક સાથે થયો છે ડ્રાઈવરને ઝોકુ આવી જતા ટ્રાવેલ્સ ચાલક દ્વારા ટ્રકની પાછળ ધડાકાભેર બસ અથડાવતા માં આવી છે. ત્યારે આ બસ અથડાતા ઘટનાસ્થળે લોકોના મોત નિપજવા પામ્યા છે બંનેને પીએમ અર્થે સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે અને અન્ય બેને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર હેઠળ લીંબડી ખાતે રાખવામાં આવ્યા છે.

સ્થાનિક લોકોની મદદથી જાણવા મળી રહ્યું છે કે ખાનગી બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતી. તે સમયે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે અને અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટનાને પગલે હાઈવે પર જાક્કાજામ થયો હતો.
આ પણ વાંચો :દહેગામમાં કરિયાણાની દુકાનમાં ચોરી કરનાર બે આરોપીઓ ઝડપાયા, ત્રણ ફરાર
સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી હાઇવે ઉપર અવાર નવાર અકસ્માતોના બનાવો વધતા જઈ રહ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઈવે રક્તરંજિત બનતો જઈ રહ્યો છે નાના-મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે જેમાં છેલ્લા પંદર દિવસમાં છ લોકો મોતને ભેટયા છે જેને લઇને ચકચાર મચી જવા પામ્યો છે કારણકે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી અમદાવાદ હાઈવે છે ત્યાં રોજ નાના-મોટા અકસ્માતો થતાં હોય છે ત્યારે છેલ્લા પંદર દિવસમાં અલગ અલગ અકસ્માતમાં 6 લોકો મોતને ભેટયા છે.

બનાસકાંઠાના અંબાજી નજીક અકસ્માત
બનાસકાંઠાના અંબાજી નજીક રાણપુર પાસે 3 પદયાત્રીઓના મોત નિપજ્યાં છે. વહેલી સવારે પદયાત્રીઓને અજાણ્યાં વાહન ચાલકે અકસ્માત સર્જતા 3 પદયાત્રીઓના મોત નિપજ્યાં છે. બાદમાં આ પદયાત્રીઓના મૃતદેહોને રેફરલમાં ખસેડવામાં આવ્યાં. અંબાજી મંદિર પગપાળા જઈ રહેલા ત્રણ શ્રદ્ધાળુઓના ગંભીર અકસ્માતમાં મોત નિપજ્યાં છે. જેમાં બે યુવક અને એક યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાને લીધે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. જો કે, હાલમાં ઘટનાસ્થળે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
આ પણ વાંચો :સૌ.યુનિ. હવે પેપરલેસ થવા તરફ જઈ રહી છે ; નવેમ્બરમાં મેઈન બિલ્ડીંગ સંપૂર્ણ ડિજીટલાઈઝ્ડ થશે
આ પણ વાંચો :રાજ્યમાં કોરોના રસીના ૪ કરોડ પ્રથમ ડોઝ અપાયા, કુલ પ.૬૮ કરોડ ડોઝ ગુજરાતમાં અપાયા
