Navsari News: ગઈકાલે રાત્રે નવસારી (Navsari) નજીક રેલવે ટ્રેક (Railway Track) પર બે લોકોના મોત થતાં ચકચાર મચી હતી. રેલ્વે ટ્રેક નજીક ગયેલા યુવાનોના મોત નિપજ્યા હતા. અગમ્ય કારણોસર રેલ્વે ટ્રેક નજીક જતા બે યુવાનોના મોત થતા રેલ્વે પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
નવસારીમાં બે યુવાનો ગઈકાલે રાત્રે રેલ્વે ટ્રેકની આસપાસ ફરતા હતા તેમ જાણવા મળ્યું હતું, વિજલપોરના યુવાનો માલગાડીની અડફેટે આવતા કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. યુવાનોનાં પરિવારમાં માતમ છવાયો છે.
થોડા દિવસ પહેલા ગોધરા અને ખરસાલિયા રેલવે સ્ટેશન વચ્ચે રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જાનહાનિ થતાં રેલ્વે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.
ગોધરા રેલવે પોલીસ સ્ટેશને અકસ્માતે મોત અન્વયે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં એક અંદાજિત ચાલીસ વર્ષીય એક વ્યક્તિ રાત્રે સવા અગિયાર વાગ્યાની આસપાસ રેલવે સ્ટેશન વચ્ચે અપલાઈન પરથી પસાર થતી ટ્રેનની અડફેટે આવી જવાથી મૃત્યુ નિપજ્યું હતું. પોલીસ દ્વારા ઘટનાની જાણ થતાં અજાણ્યા વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો. તેના પરિવારને જાણ કરી દેવામાં આવી છે તેમ હાલ જાણવા મળ્યું છે.
આ પણ વાંચો:વંથલીમાં ટ્રેનની અડફેટે આવતા યુવકનું મોત
આ પણ વાંચો:વાપી સ્ટેશને ટ્રેનની અડફેટે 3 મુસાફરોના મોત
આ પણ વાંચો:વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, રમતાં રમતાં ટ્રેનની અડફેટે બે બાળકોના મોત