South korea/ હવામાં જોરદાર ટક્કર બાદ બે KT-1 ટ્રેનર જેટ ક્રેશ, એરફોર્સે આપી માહિતી

અધિકારીઓએ જણાવ્યું કે જેટ એકબીજા સાથે હવામાં અથડાયા બાદ ક્રેશ થયા હતા. 30થી વધુ ફાયર ફાઈટર અને ઈમરજન્સી રિસ્પોન્સ ફોર્સને અકસ્માત સ્થળ પર રવાના કરવામાં આવ્યા છે.

Top Stories World
a 1 હવામાં જોરદાર ટક્કર બાદ બે KT-1 ટ્રેનર જેટ ક્રેશ, એરફોર્સે આપી માહિતી

દક્ષિણ કોરિયામાં એક મોટો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અહીં એરફોર્સના બે KT-1 ટ્રેનર જેટ હવામાં અથડાયા બાદ ક્રેશ થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના શુક્રવારે દેશના દક્ષિણ ભાગમાં બની હતી. આ ઘટના અંગે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં ત્રણ પાયલટના મોત થયા છે અને અન્ય એક ઘાયલ થયો છે. અધિકારીએ જણાવ્યું કે, પ્લેન સિયોલથી 300 કિમી દક્ષિણે સાચેઓનમાં ચોખાના ખેતરમાં ક્રેશ થયું હતું.

અધિકારીઓએ જણાવ્યું કે જેટ એકબીજા સાથે હવામાં અથડાયા બાદ ક્રેશ થયા હતા. 30થી વધુ ફાયર ફાઈટર અને ઈમરજન્સી રિસ્પોન્સ ફોર્સને અકસ્માત સ્થળ પર રવાના કરવામાં આવ્યા છે.

આ પહેલા નોર્વેમાં પણ આવી જ ઘટના બની હતી. અહીં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)ના દાવપેચ દરમિયાન એક પ્લેન ક્રેશ થયું હતું. જેના કારણે ચાર અમેરિકન સૈનિકોના મોત થયા હતા. આ માહિતી આપતાં નોર્વેના વડા પ્રધાન જોનાસ ગહર સ્ટોર અને સંરક્ષણ અધિકારીઓએ કહ્યું કે આ કવાયતને યુક્રેન યુદ્ધ સાથે કોઈ લેવાદેવા નથી.

જોનાસ સ્ટોરે ટ્વિટ કર્યું કે શુક્રવારે રાત્રે થયેલા અકસ્માતમાં ચાર અમેરિકી સૈનિકોના મોત થયા છે. અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ નોર્વેની પોલીસે આ વિસ્તારમાં ખરાબ હવામાનની જાણ કરી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે, ‘આ અમેરિકન સૈનિકો નાટોની સંયુક્ત કવાયતમાં ભાગ લઈ રહ્યા હતા. અમે માર્યા ગયેલા સૈનિકોના પરિવારો, સંબંધીઓ અને સાથીઓ પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.

આ પણ વાંચો :યુક્રેને રશિયન સૈન્ય પાસેથી ઇરપિન પાછું છીનવી લીધું, પરંતુ બોમ્બ ધડાકામાં અડધુ શહેર નાશ પામ્યું

આ પણ વાંચો :શું જો બિડેનના પગલાથી ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે, પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું?

આ પણ વાંચો :પાકિસ્તાનનો નિર્ણય રવિવારે લેવામાં આવશે, રાજીનામું નહીં આપે… ઈમરાને રાષ્ટ્રને સંબોધનમાં કહ્યું

આ પણ વાંચો :રશિયા ગેસ ખરીદનાર પાસેથી રુબેલમાં જ ચુકવણી લેશે,1લી એપ્રિલથી અમલ