Rajkot News/ રાજકોટના બે શખ્સો ચાંદીના બિસ્કિટ સાથે પકડાયા

રાજકોટના બે શખ્સો ચાંદીના બિસ્કિટ સાથે પકડાયા છે. રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પરથી કારમાં પકડાયા છે. આ શખ્સો રાજસ્થાનથીકારમાં ચાંદીના બિસ્કિટ લઈને આવતા હતા. તેઓએ કારના ગુપ્ત ખાનામાં ચાંદીના બિસ્કિટ સંતાડ્યા હતા.

Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટના બે શખ્સો ચાંદીના બિસ્કિટ સાથે પકડાયા છે. રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પરથી કારમાં પકડાયા છે. આ શખ્સો રાજસ્થાનથીકારમાં ચાંદીના બિસ્કિટ લઈને આવતા હતા. તેઓએ કારના ગુપ્ત ખાનામાં ચાંદીના બિસ્કિટ સંતાડ્યા હતા. તેઓ પાસે આ બિલ વગરનો માલ હતો. તેઓ જોધપુરથી બિલ વગર ચાંદી લઈને આવતા હતા. તેઓએ સાડા ત્રણ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસે આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ આદરી છે. પોલીસે ચેકપોસ્ટ પર રૂટિન ચેકિંગ દરમિયાન જ આ ધરપકડ કરી હતી. તેની સાથે પોલીસ પકડાયેલા આરોપીઓનો ભૂતકાળ પણ ચકાસી રહી છે. આ આરોપીઓ ગુનાહિત રેકોર્ડ ધરાવે છે કે નહીં તે પણ જોઈ રહી છે.આમ આ આરોપીઓએ હવે બિલ વગર ખરીદી કરી કરી છે તો જોધપુરમાં આ રીતે ચાંદીનું વેચાણ બિલ વગર વેચાણ થાય છે કે નહીં તે પણ પોલીસ જોઈ રહી છે. આમ ચાંદીના બિલ વગર ખરીદી અને વેચાણ થતું હોય તો આ જીએસટી ચોરીનો કેસ પણ બની શકે છે.

આજે પણ ઘણા ઝવેરીઓ સોના-ચાંદીનો ટેક્સ ટાળવા માટે બિલ વગર તેનું વેચાણ કરતાં હોય છે તે હકીકત છે. આમ કરીને તેઓ ટેક્સ બચાવે છે. ગ્રાહક પણ રૂપિયા બચાવવા માટે બિલ વગર વ્યવહાર કરવાનું વધારે મુનાસિબ માને છે. આના લીધે એક રીતે કરચોરીને પરોક્ષ રીતે પ્રોત્સાહન મળે છે. વેપારી ગ્રાહકને કહે છે જ એ રીતે કે જીએસટીસાથે આટલો ભાવ અને જીએસટી વગર આટલો ભાવ. તેના લીધે ગ્રાહક ટેક્સ ટાળવા લલચાય છે. આમ પોલીસ આરોપીઓ પાસેથી પકડાયેલી ચાંદી અંગે દરેક પાસામાં તપાસ કરી રહી છે. આમાંથી જીએસટી ચોરીનું કોઈ મોટું કૌભાંડ નીકળી શકે છે કે નહીં તે પણ પોલીસ જોઈ રહી છે. આ સાથે પોલીસ હવે બિલ વગર વેચાણ કરતાં ઝવેરીઓને પણ ટાંચમાં લેવાની ફિરાકમાં છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ, તંત્ર એલર્ટ

આ પણ વાંચો:વલસાડમાં પૂરની સ્થિતિ, 1000 લોકોનું સ્થળાંતરણ…શૈક્ષણિક સંસ્થાઓ રહેશે બંધ

આ પણ વાંચો:શિવાલયો મહાદેવના નાદ સાથે ગૂંજી ઉઠશે, ભક્તોમાં દર્શન કરવા જોવા મળી તાલાવેલી

આ પણ વાંચો:પેરિસમાં પેરાલિમ્પિક્સમાં ભાગ લેશે ગુજરાતના આ ખેલાડીઓ