એન્કાઉન્ટર/ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થતાં બે આંતકવાદીઓ ઠાર

માર્યા ગયેલા આંતકવાદીઓની  ઓળખ અને સંગઠન હજુ સુધી જાણી શકાયું નથી. આતંકીઓ પાસેથી ઘણા શસ્ત્રો પણ મળી આવ્યા છે.

Top Stories
123 encounter કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થતાં બે આંતકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ  37૦ હટાવ્યા પછી ત્યાં આતંકવાદીઓને સફાયો કરવાની કામગીરી ચાલી રહી છે. શનિવારે પણ સુરક્ષા દળોએ બાતમી પર ઓપરેશન કરીને બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોને શનિવારે અનંતનાગ જિલ્લાના રાણીપોરા વિસ્તારમાં આવેલા ક્વારીગામ ખાતે આતંકવાદીઓની હોવાની માહિતી મળી હતી. તેથી સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીરના એસઓજીએ આ વિસ્તારમાં ઘેરોબંદી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.

એક પોલીસ અધિકારીએ કહ્યું કે આ વિસ્તારમાં સર્ચ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. આ ફાયરિંગનો વળતો જવાબ આપતા સૈનિકોએ ફાયરિંગ કરી દીધું  હતું. લાંબા એન્કાઉન્ટર બાદ બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.

અધિકારીએ કહ્યું કે માર્યા ગયેલા આંતકવાદીઓની  ઓળખ અને સંગઠન હજુ સુધી જાણી શકાયું નથી. આતંકીઓ પાસેથી ઘણા શસ્ત્રો પણ મળી આવ્યા છે. પોલીસ તેમનો ભૂતકાળનો ઇતિહાસ શોધી રહી છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા અેક સપ્તાહથી આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટરની ઘટના સામે આવી રહી છે. સેના ખીણ વિસ્તારમાંથી આતંકવાદીઓના સફાયો કરવામાં કોમે લાગી છે.