Not Set/ વડોદરા CGST વિભાગના બે અધિકારી લાંચ લેતા ઝડપાયા

સોફ્ટ ડ્રિન્ક અને નમકીનના વેપારી પાસે લાંચ માંગી હતી. કંપનીને સિલ નહીં મારવા માટે 10 લાખની લાંચ માંગી હતી.

Top Stories Vadodara
bribe વડોદરા CGST વિભાગના બે અધિકારી લાંચ લેતા ઝડપાયા
  • વડોદરા CGST વિભાગના અધિકારી લાંચ લેતા ઝડપાયા
  • CGST વિભાગના 2 અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા
  • 2.50 લાખની લાંચ લેતા 2 અધિકારી રંગે હાથ ઝડપાયા
  • સોફ્ટ ડ્રિન્ક અને નમકીનના વેપારી પાસે માંગી હતી લાંચ
  • કંપનીને સિલ નહીં મારવા માટે માંગી હતી 10 લાખની લાંચ
  • ACBએ લાંચ લેતા CGST અધિકારીને વડોદરાથી ઝડપી પાડ્યા
  • નીતિન કુમાર રામસિંગ અધિક્ષક વર્ગ 2 કર્મચારી
  • શિવરાજ મીણા ઇન્સ્પેક્ટર CGST એસીબીના હાથે ઝડપાયા

વર્ષે લાખો રૂપિયાનો પગાર મેળવતા સરકારી અધિકારી હમેશા પોતાના પગારથી અસંતુષ્ટ જોવા મળે છે. અને અવાર નવાર નાનામોટા કામો માટે અરજદારો પાસેથી લાંચ લેતા જોવા મળે છે. આવું જ વડોદરા ખાતે બન્યું છે. વડોદરા CGST વિભાગના 2 અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા CGST વિભાગના બે અધિકારી 2.50 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. સોફ્ટ ડ્રિન્ક અને નમકીનના વેપારી પાસે લાંચ માંગી હતી. કંપનીને સિલ નહીં મારવા માટે 10 લાખની લાંચ માંગી હતી. ACBએ લાંચ લેતા CGST અધિકારીને વડોદરાથી ઝડપી પાડ્યા છે. નીતિન કુમાર રામસિંગ અધિક્ષક વર્ગ 2 કર્મચારી અને શિવરાજ મીણા ઇન્સ્પેક્ટર CGST વિભાગ બંને એસીબીના હાથે લાંચ લેતા ઝડપાયા છે.