Cricket/ સચીનની કેપ્ટનશીપમાં ઈન્ડિયા લેજેન્ડ્સે જીતી રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝની ટ્રોફી

શનિવાર અને રવિવારનો દિવસ ક્રિકેટ ચાહકો માટે ખાસ રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ જ્યા શનિવારે ઈંગ્લેન્ડને હરાવી સીરીઝ પર કબ્ઝો કર્યો હતો.

Top Stories Sports
cricket 19 સચીનની કેપ્ટનશીપમાં ઈન્ડિયા લેજેન્ડ્સે જીતી રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝની ટ્રોફી

શનિવાર અને રવિવારનો દિવસ ક્રિકેટ ચાહકો માટે ખાસ રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ જ્યા શનિવારે ઈંગ્લેન્ડને હરાવી સીરીઝ પર કબ્ઝો કર્યો હતો. બીજી તરફ રવિવારે રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝ ટી-20 ટૂર્નામેન્ટને ઈન્ડિયા લેજેન્ડ્સે જીતી એકવાર ફરી ક્રિકેટનાં ચાહકોને ખુશ કર્યા હતા.

cricket 22 સચીનની કેપ્ટનશીપમાં ઈન્ડિયા લેજેન્ડ્સે જીતી રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝની ટ્રોફી

આપને જણાવી દઇએ કે, રવિવારે રાયપુરનાં શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં શ્રીલંકા લેજેન્ડ્સને 14 રને હરાવીને ઈન્ડિયા લેજેન્ડ્સે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ટી-20 ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઈન્ડિયા લેજેન્ડ્સે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટનાં નુકસાને 181 રનનો સ્કોર બનાવ્યો હતો. જેનો પીછો કરતા શ્રીલંકા લેજેન્ડ્સની ટીમ સાત વિકેટે 167 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી 182 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતાં શ્રીલંકાનાં કેપ્ટન તિલકરત્ને દિલશાન (21) અને સનથ જયસૂર્યાએ (43) પ્રથમ વિકેટ માટે 7.2 ઓવરમાં 62 રનની શાનદાર પાર્ટનરશીપ કરી શરૂઆત કરી હતી.

Cricket / કેવિન પીટરસને ઈંગ્લેન્ડની હાર પર કહ્યુ – ટીમ માટે વ્યર્થ છે બેન સ્ટોક્સને…

cricket 21 સચીનની કેપ્ટનશીપમાં ઈન્ડિયા લેજેન્ડ્સે જીતી રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝની ટ્રોફી

આપને જણાવી દઇએ કે, શ્રીલંકા તરફથી સનથ જયસૂર્યાએ 35 બોલમાં પાંચ ચોક્કા અને એક છક્કાની મદદથી 43 રન બનાવ્યા હતા. ઉપરાંત કેપ્ટન તિલકરત્ને દિલશાને 21, ચમારા સિલ્વાએ 2, ઉપુલ થરંગાએ 13, ચિંતાકા જયસિંગે 40 અને કૌશલ્યા વીરાત્નેએ 38 રન બનાવ્યા હતા. ઇન્ડિયા લેજેન્ડ્સ માટે યુસુફ પઠાણે બેટિંગમાં અણનમ 62 રન બનાવ્યા હતા અને બોલિંગમાં શાનદાર પ્રદર્શન પણ કર્યું હતું. યુસુફે ચાર ઓવરમાં 26 રન આપીને બે વિકેટ લીધી હતી. બીજી તરફ ઇરફાન પઠાણે પણ ચાર ઓવરમાં 29 રન આપીને બે વિકેટ લીધી હતી.

Cricket / અફઘાનિસ્તાનનાં કેપ્ટને ધોનીને પાછળ છોડ્યો, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

cricket 20 સચીનની કેપ્ટનશીપમાં ઈન્ડિયા લેજેન્ડ્સે જીતી રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝની ટ્રોફી

આ સાથે જ મનપ્રીતસિંહ ગોની અને મુનાફ પટેલે એક-એક વિકેટ ઝડપી હતી. આ પહેલા ભારતે ચાર વિકેટે 181 રન બનાવ્યા હતા. ઈન્ડિયા લેજેન્ડ્સની શરૂઆત સારી નહોતી રહી અને તોફાની બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ ફાઇનલમાં પોતાની આગ બતાવી શક્યો નહીં. રંગના હેરાથે સેહવાગને 19 રનનાં સ્કોર પર બોલ્ડ કરીને ભારતને પહેલો ઝટકો આપ્યો હતો. સેહવાગે ફાઈનલમાં માત્ર 12 રનનું યોગદાન આપ્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ