ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) એ વડોદરાથી પ્રતિબંધિત એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 163 ગ્રામ એમડી ડ્રગ કબજે કરવામાં આવ્યું છે. બજારમાં તેની કિંમત 16 લાખ રૂપિયા જણાવી રહી છે.
મળતી માહિતી મુજબ ગુપ્ત માહિતીના આધારે એટીએસ પોલીસ અધિકારી પિનાકિન પરમારની આગેવાની હેઠળ એટીએસ અધિકારી અને વડોદરા એસઓજીની ટીમે આ સફળ ઓપરેશન હાથ ધર્યું હતું. બંને આરોપીઓને એમડી ડ્રગ્સ સાથે નટરાજ ટોકીઝ કમ્પાઉન્ડ પાસે સ્થિત બાટા શો રૂમની સામેથી ધરપકડ કરવામાં આવી હતી.
બંનેની ઓળખ અમન મોહમ્મદ હનીફ શેખા (20) રહેવાસી આઝાદનગર વોટર પમ્પ, ઇન્દોર તથા મોહમદ્રીઝવાન મોહમદરસીદ ખાન (19) રહેવાસી આઝાદનગર વોટર પમ્પ, ઇન્દોર તરીકે થઈ છે.
બંને જણાએ પુછપરછમાં ખુલાસો કર્યો હતો કે માદક પદાર્થ બંને આમીરખાન લાલ ઈન્દોરથી લાવ્યાં હતાં અને લાલ ટી શર્ટ અને માથા પર કાળી કેપ પહેરીને વડોદરા આવેલા એક વ્યક્તિને આપવાના હતા. જો કે, આ પહેલા જ અધિકારીઓ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. હાલ પોલીસ અધિકારી દ્વારા બંનેને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી આરંભી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
